બ્રિટનના રાજા ચાર્લ્સ તૃતિયને કેન્સર થઈ ગયું છે. બકિંઘમ પેલેસ દ્વારા આ જાણકારી આપવામાં આવી છે. આ નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે 75 વર્ષના કિંગ ચાર્લ્સના વધેલા પ્રોટેસ્ટની સારવાર દરમિયાન તેમના કેન્સર અંગે જાણકારી આપી છે. નિવેદનમાં તે જાણકારી આપવામા આવી નથી કે કિંગ ચાર્લ્સને કયા પ્રકારનું કેન્સર છે અને શરીરના કયા ભાગમાં કેન્સર છે. એવું કહેવામાં આવ્યું છે કે કેન્સર પ્રોસ્ટેટથી સંબંધિત નથી અને સોમવારે તેમની સારવાર શરૂ થઈ ગઈ છે. કિંગ ચાર્લ્સને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે બાદમાં તેમના ઘર પર જ સારવાર કરવામાં આવી રહી છે.
બિમારી જાહેર કરવાની આપી મંજુરી
શાહી પ્રવક્તાએ કહ્યું કે કિંગ ચાર્લ્સ થોડા સમયમાં જ તેમનું કામકાજ શરૂ કરશે. જો કે તેમની બિમારીથી સાજા સમયમાં કેટલો સમય લાગશે તે અંગે કોઈ જાણકાર આપી નથી. કિંગ ચાર્લ્સના પ્રવક્તાનું કહેવું છે કે તેમણે પોતાના પ્રોસ્ટેટના ઈલાજને જાણી જોઈને જાહેર કર્યો કારણ કે આ કેન્સરની બિમારી અંગે લોકોમાં જાગરૂકતા વધે.
Wishing His Majesty a full and speedy recovery.
I have no doubt he’ll be back to full strength in no time and I know the whole country will be wishing him well. https://t.co/W4qe806gmv
— Rishi Sunak (@RishiSunak) February 5, 2024
PM ઋષિ સુનકે સ્વસ્થ થવાની શુભકામના પાઠવી
Wishing His Majesty a full and speedy recovery.
I have no doubt he’ll be back to full strength in no time and I know the whole country will be wishing him well. https://t.co/W4qe806gmv
બ્રિટનના પીએમ ઋષિ સુનકે કિંગ ચાર્લ્સની કેન્સરની બિમારીમાંથી જલ્દી સાજા થાય તે માટે શુભકામના પાઠવતી સોશિયલ મીડિયા પોસ્ટ કરી છે. તેમણે લખ્યું કે કિંગ ચાર્લ્સ સંપુર્ણપણે જલ્દી સાજા થઈ જાય તે માટે હું પ્રાર્થના કરૂં છું. મને તે બાબતમાં કોઈ શંકા નથી કે તે થોડા સમયમાં જ ફરી સ્વસ્થ થઈ પરત ફરશે.