લોક ડાયરામાં લોકોનું ભરપુર મનોરંજન કરતા લોક કલાકારોની સમાજમાં ખુબ પ્રતિષ્ઠા હોય છે. આ કલાકારો તેમની દેશી અને ગ્રામીણ શૈલીમાં સમાજ ઉપયોગી અને મર્મસ્પર્શી વાતો કરી સમાજને નવો રાહ ચિંધતા હોય છે. જો કે આ જ કલાકારો પરસ્પર ઝગડી પડે ત્યારે લોકોને નવાઈ લાગે તે સ્વાભાવિક છે. લોક કલાકારો સ્ટેજ પર શાબ્દિક ટપાટપી કરે તેવી ઘટનાઓ ખુબ ઓછી બને છે. ગુજરાતી લોકસાહિત્યના બે મોટા નામ બ્રિજરાજદાન ગઢવી અને દેવાયત ખવડ વચ્ચે થયેલી ટપાટપીનો વીડિયો હાલમાં સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. બંન્ને જાહેર મંચો પરથી એક બીજા પર આક્ષેપો કરે છે તેવો વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યા છે.
ઇસરદાન ગઢવીના પુત્રે દેવાયત ખવડને બનાવ્યા નિશાનબ્રિજરાજદાન ગઢવી અને દેવાયત ખવડ વચ્ચે શાબ્દિક ટપાટપી, વીડિયો થયો વાયરલ#jamawat #Literally #DevayatKhavad @brijrajdan pic.twitter.com/16aUY770q5
— Jamawat (@Jamawat3) September 8, 2022
ઇસરદાન ગઢવીના પુત્ર બ્રિજરાજદાન ગઢવી એક વીડિયોમાં કહે છે કે, અમે તો સિંહના બાળ છીએ કોઇની માફી નો માગીએ. માફી માંગવી પડે એવો દિવસ આવે તે દિવસે સ્ટેજ પર જ નહી ચડીએ. તમે સ્ટેજ પર ચડીને શું બોલો છો તેની તો તમને ખબર હોવી જોઇએ ને. શું બોલો છો તે ના ખબર પડતી હોય તો સ્ટેજ પર જ ના ચડાય. ગમે તે થાય માફી માંગવાની વાત આવતી જ નથી ક્યારે માફી માંગવાની તો થતી જ નથી. આ આડકતરો ઇશારો દેવાયત ખવડ તરફ હતો. જેણે એક વિવાદિત ટિપ્પણી કરી અને તે મુદ્દે માફી માંગવી પડી હતી.
દેવાયત ખવડે આપ્યો જવાબ
જો કે આ મુદ્દે જાહેર મંચ પરથી જ પ્રતિક્રિયા આપતા દેવાયત ખવડે કહ્યું કે, હા કોકની વાયરલ થઇ રહી છે એક બે ક્લિપો જેમાં લોહીને કોનો છોકરોને એવી વાતો મે સાંભળી છે. પણ તમે સાચુ લોહી હો તો તમારે કહેવાનું ના હોય ગુણગાન કરવાનાં ન હોય. જ્યારે ખરાખરીના ખેલ હોય સામે ઘા થતા હોય ત્યારે ખબર પડે કોનું લોહી કેવું. વાતુ કરવી તો બધાને સારી જ લાગે.