પ્રધાનમંત્રી મોદીના ગુજરાત પ્રવાસની પળેપળની વિગત


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-28 12:36:05

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલથી બે દિવસના ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે ત્યારે તેઓ સુરત, ભાવનગર, અમદાવાદ, ગાંધીનગર અને અંબાજીની મુલાકાત લેશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતની વિવિધ જગ્યાઓ પર 15 હજાર કરોડથી રૂપિયાના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાવશે.


પ્રધાનમંત્રીનો આવતીકાલનો કાર્યક્રમ

આવતીકાલે સવારે 11 વાગ્યે ગુજરાત પહોંચ્યા બાદ સુરતમાં જશે. સુરતમાં 3400 કરોડથી વધુ રૂપિયાના પ્રોજેક્ટનું લોકાર્પણ અને શિલાન્યાસ કરશે, બપોરે 2 કલાકે ભાવનગર ખાતે 5200 કરોડથી વધુના વિકાસકાર્યોનું શિલાન્યાસ અને ઉદ્ઘાટન કરશે. સાંજે 7 વાગ્યે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે 36મી નેશનલ ગેમ્સનું ઉદ્ઘાટન કરશે. ત્યાર બાદ રાત્રે 9 વાગ્યે અમદાવાદના GMDC ખાતે નવરાત્રિ મહોત્સવમાં હાજરી આપશે. 


30 સપ્ટેમ્બરનો પ્રધાનમંત્રીનો કાર્યક્રમ 

સવારે સાડા દસ કલાકે ગાંધીનગરના રેલવે સ્ટેશન પર ગાંધીનગર-મુંબઈ વંદે ભારત એક્સપ્રેસને લીલીઝંડી આપશે. ત્યાર બાદ સવારે સાડા અગિયાર કલાકે મેટ્રો રેલ પ્રોજેક્ટ લોકો સમક્ષ ખુલ્લો મૂકશે. પ્રધાનમંત્રી મોદી મેટ્રોમાં મુસાફરી કરશે. પ્રધાનમંત્રી મોદી સાંજે અંબાજીમાં 7200 કરોડથી વધુ રૂપિયાના વિવિધ પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે. પ્રધાનમંત્રી મોદી ગબ્બર તિર્થ ખાતે મહાઆરતીમાં હાજરી આપશે. ₹ 124 કરોડના ખર્ચે નિર્માણ પામનારા અંબાજી બાયપાસ રોડનું ખાતમુહૂર્ત અને ₹ 85 કરોડના ખર્ચે નિર્માણ પામેલા મીઠા-થરાદ-ડીસા-લાખણી રોડનું લોકાર્પણ કરવામાં આવશે. 


નવી તારંગા હિલ–આબુ રેલવે લાઈનનું ભૂમિપૂજન

કેન્દ્ર સરકારે નવી તારંગા હિલ- આબુ રેલવે લાઇનને મંજૂરી આપી છે. તેનાથી રોજગાર નિર્માણની સાથે, નાગરિકોને પરિવહન માટે નવી સુવિધા મળશે અને વિકાસને વેગ મળશે. ₹2798 કરોડના ખર્ચે નિર્માણ થનારી આ બ્રોડગેજ રેલવે લાઇનનું વડાપ્રધાન ભૂમિપૂજન કરશે. તે સિવાય ડીસા એરફોર્સ સ્ટેશનમાં ₹1000 કરોડના ખર્ચે રનવે અને સંબંધિત ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું ભૂમિપૂજન કરશે. ત્યારબાદ ₹ 1881 કરોડના ખર્ચે નિર્મિત 62.15 કિમીની પાલનપુર-મહેસાણા  રેલવે લાઇનનું લોકાર્પણ કરશે.  





ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?