જ્યારે દુર્ઘટના સર્જાય છે ત્યારે આપણે કહીએ છીએ કે રાજ્ય બદલાય છે, સ્થળના નામ બદલાય છે, સરકાર બદલાય છે પરંતુ જે નથી બદલાતી તે છે પરિસ્થિતિ.. પુલ તૂટવાની ઘટના અવાર નવાર આપણી સામે આવતી રહે છે. એમાં પણ વરસાદની સિઝનમાં પુલ તૂટવા જાણે સામાન્ય બની ગયા છે.. ફરી એક બ્રિજ તૂટવાની ઘટના બિહારથી સામે આવી છે. છેલ્લા 11 દિવસમાં પુલ તૂટવાની આ પાંચમી ઘટના છે.
11 દિવસમાં બની 5 પુલ તૂટી જવાની ઘટના
બિહાર ફરીથી ચર્ચામાં આવ્યું છે.. પહેલા રાજકારણને લઈ બિહાર ચર્ચામાં હતું તો હવે બ્રિજ ધરાશાયી થવાને કારણે ચર્ચામાં આવ્યું છે.., થોડા દિવસો પહેલા જ એક બ્રિજ તૂટી ગયો હતો.. છેલ્લા 11 દિવસમાં પાંચ પુલ તૂટી ગયા છે. તાજેતરમાં જે બ્રિજ તૂટી ગયો છે તે રાજ્યના મધુબની જિલ્લામાં બની રહ્યો હતો. મીડિયા રિપોર્ટના આધારે બ્રિજ મધેપુર પ્રખંડની મહપતિયા મેન રોડ પર બની રહ્યો હતો. એવી પણ વાત મીડિયા રીપોર્ટમાં કરવામાં આવી કે પુલનું ગર્ડર તો બે દિવસ પહેલા જ તૂટી ગયું હતું.. આ ઘટનાની જાણ ના થાય તે માટે તેને ઢાંકી દેવાયું..
ત્રણ કરોડના ખર્ચે બની રહ્યો હતો પુલ
અચાનક વરસાદ થવાને કારણે નદીનું જળસ્તર વધી ગયું અને નિર્માણ પામી રહેલો બ્રિજ ધરાશાઈ થઈ ગયો. એવી માહિતી સામે આવી છે કે ત્રણ કરોડના ખર્ચે આ બ્રિજ બની રહ્યો હતો. રિપોર્ટ પ્રમાણે આ પુલનું નિર્માણ પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ બનાવામાં આવ્યો છે. એવી માહિતી પણ સામે આવી છે કે આ પુલનું પુન: નિર્માણ કરવામાં આવશે.. મહત્વનું છે કે બિહારથી દર થોડા દિવસે પૂલ તૂટવાની ઘટના બની રહી છે..
તેજસ્વી યાદવે સાધ્યું નીતિશ કુમાર પર નિશાન
11 દિવસમાં પાંચમો પુલ તૂટવાની ઘટના બનતા નીતિશ કુમારને વિપક્ષે ઘેરી છે.. તેજસ્વી યાદવ દ્વારા સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવી છે જેમાં તેમણે લખ્યું છે કે 9 દિવસની અંદર બિહારમાં આ પાંચમો પુલ ધરાશાઈ થયો છે. મધુબની-સુપૌલ વચ્ચે ભૂતહી નદીમાં વર્ષોથી બની રહેલો પુલ પડી ગયો. શું તમને ખબર પડી? ના તો, કેમ? તે સિવાય કયા પાંચ બ્રિજ તૂટ્યા તેની વાત તેમણે બીજી એક પોસ્ટમાં કરી છે.
અનેક રાજ્યોથી બ્રિજ તૂટવાના સમાચાર આવતા રહે છે..
મહત્વનું છે કે હલકી ગુણવત્તા વાળો સામાન વાપરવાને કારણે આવી દુર્ઘટનાઓ થતી હોય છે. મોટા પાયે જાનહાની નથી થઈ, પરંતુ જો જાનહાની થઈ હોત તો? ના માત્ર બિહારમાં પુલ તૂટવાની ઘટના બને છે પરંતુ દેશના અનેક રાજ્યોમાંથી આવી તસવીરો અવાર નવાર સામે આવતી રહે છે.. ત્યારે તમારૂં આ મામલે શું માનવું છે તે અમને કમેન્ટમાં જણાવજો..