Bridge Collapsed : 12 કરોડના ખર્ચે બનેલો બ્રિજ ઉદ્ઘાટન પહેલા જ થયો ધરાશાયી! જાણો ક્યાં બની ઘટના?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-06-19 12:44:06

બ્રિજ તૂટી જવાના અનેક કિસ્સાઓ સામે આવતા રહે છે. જ્યારે બ્રિજ તૂટે છે ત્યારે જનતાના કરોડો રૂપિયા ડૂબી જતા હોય છે. કોઈ વખત નિર્માણાધીન બ્રિજ તૂટી પડી જાય છે તો કોઈ વખત ચાલુ બ્રિજ તૂટી જાય છે. જ્યારે ચાલુ બ્રિજ તૂટી જાય છે ત્યારે મોટી દુર્ઘટના સર્જાતી હોય છે. અનેક લોકોના મોત થઈ જતા હોય છે. ત્યારે બિહારમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. બ્રિજનું ઉદ્ધાટન થાય તે પહેલા બ્રિજ તૂટી પડ્યો છે તેવા સમાચાર સામે આવ્યા છે. અરરિયા જિલ્લાના સિકટી ખાતે આવેલી Bakra નદી પર બ્રિજ બન્યો હતો અને તે ધરાશાયી થયો છે તેવી માહિતી સામે આવી છે. બ્રિજનો મોટા ભાગનો હિસ્સો તૂટી પડ્યો છે.. 

લોકાર્પણ થાય તે પહેલા જ તૂટી પડ્યો બ્રિજ!

નિર્માણાધીન બ્રિજ તૂટી જવાના અનેક કિસ્સાઓ આપણી સામે છે. કરોડોના ખર્ચે બ્રિજનું નિર્માણ થતું હોય છે અને જ્યારે તે બ્રિજ તૂટે છે ત્યારે કરોડો રૂપિયા પાણીમાં જાય છે. બ્રિજ તૂટવાની ઘટના આપણે ત્યાં નવી નથી તેવું કહીએ તો પણ અતિશયોક્તિ નથી. અનેક ઉદાહરણો આપણી સામે છે. ત્યારે બિહારમાં એક બ્રિજ તૂટી જવાની માહિતી સામે આવી છે. મળતી માહિતી અનુસાર અરરિયા જિલ્લાના સિકટી ખાતે આવેલી બકરા નદી પર 12 કરોડના ખર્ચે તૈયાર થયેલો બ્રિજ તૂટી પડ્યાની માહિતી સામે આવી છે. આ બ્રિજનું લોકાર્પણ પણ થયું ન હતું. મંગળવારે પુલના 3 થાંભલા નદીમાં તૂટી પડ્યા અને જોત જોતામાં બ્રિજ તૂટી પડ્યો. આ ઘટના સામે આવ્યા બાદ નીતિન ગડકરીની ઓફિસ દ્વારા એક ટ્વિટ કરવામાં આવી છે અને આ ઘટનાને લઈ ખુલાસો કર્યો છે. મહત્વનું છે કે ત્યાં ડબલ એન્જિન સરકાર છે..!  

 


12 કરોડના ખર્ચે બન્યો હતો બ્રિજ!

બ્રિજ તૂટી પડવાને કારણે જે એજન્સી આ બ્રિજનું નિર્માણ કરી રહી હતી તે એજન્સીના માણસો, સ્થાનિક તંત્ર ત્યાં પહોંચી ગયું હતું. 12 કરોડના ખર્ચે આ બ્રિજ બન્યો હતો. સ્થાનિક ધારાસભ્ય પણ ત્યાં આવી પહોંચ્યા હતા અને આ દુર્ઘટનાને લઈ નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યું કે જિલ્લાના ગ્રામીણ કાર્ય વિભાગ દ્વારા આ પુલ તૈયાર કરવામાં આવી રહ્યો હતો. આ બ્રિજ સંપૂર્ણ રીતે તૈયાર થયો ન હતો. મહત્વનું છે કે આની પહેલા પણ બ્રિજ તૂટી જવાની અનેક ઘટનાઓ આપણે જોઈ છે. ત્યારે તમારૂં આ મામલે શું માનવું છે તે અમને કમેન્ટમાં જણાવજો.. 




ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?