ગુજરાતના કુલ 2697 પરીક્ષા કેન્દ્રો પર તલાટીની પરીક્ષા શાંતિથી પૂર્ણ થઈ હતી. રાજ્યના 8.50 લાખ પરીક્ષાર્થીઓએ તલાટી પરીક્ષા આપી હતી. તલાટીની પરીક્ષાને લઈને ઉમેદવારોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે. કેટલાક એવા પરીક્ષાર્થીઓ પણ હતા હાથમાં મહેંદી મુકાવી અને પીઠી ચોળીને પરીક્ષા આપવા આવ્યા હતા. જેમ કે વડોદરાની એક યુવતી લગ્ન પહેલા પરીક્ષા આપવા દાહોદ પહોંચી હતી. યુવતી પીઠી મુર્હૂત બાદ દાહોદની RNL પંડ્યા હાઈસ્કુલમાં પરીક્ષા આપવા પહોંચી ત્યારે લોકોમાં સુખદ આશ્ચર્ય સર્જાયું હતું.
યુવતીએ કહીં આ મોટી વાત
તલાટી કમ મંત્રીની પરીક્ષા આપવા માટે દાહોદ પહોંચેલી ફાલ્ગુની પરમાર નામની યુવતીએ જણાવ્યું હતું કે, 'પરીક્ષા આપવી જરૂરી છે તેમણે કહ્યું કે, આજે હું પરીક્ષા આપવા 150 કિમી દૂરથી આવી છું તેમજ આવતીકાલે મારા લગ્ન છે અને આજે મારા ઘેર ફંક્શન પણ છે તેમજ પેપરને લઈ મનમાં પ્રશ્નો છે, તો લગ્નને લઈને પણ વિચાર આવે છે કે, ટાઈમ પર ઘેર પહોંચીશ કે નહીં. વધુમાં તેણીએ જણાવ્યું કે, જીવનમાં લગ્નની જેમ જ સ્પર્ધાત્મક પરીક્ષા મહત્વની હોવાથી હું ઘરેથી પરીક્ષા આપવા માટે નીકળી ગઈ હતી. મારી ગેરહાજરીમાં પણ ઘરમાં ફંક્શન ચાલુ જ રહેશે.પહેલા પરીક્ષા પછી લગ્ન, ભવિષ્ય માટે પરીક્ષા અને લગ્ન બંને જરૂરી છે. તેણીએ ખુબ જ આત્મવિશ્વાસ સાથે કહ્યું કે મેં ખૂબ જ મહેનત કરી છે, જેથી મને આશા છે કે, હું પરીક્ષા પાસ કરીશ'