ભાવનગરમાં બની હ્રદયદ્રાવક ઘટના, લગ્નના દિવસે જ પુત્રીનું મોત થતાં પિતાએ બીજી દિકરી વળાવી


  • Published By :
  • Published Date : 2023-02-23 18:21:03

ભાવનગરમાં હૈયું હચમચાવી દે તેવી ઘટના બની છે, શહેરના સુભાષનગરના ભગવાનેશ્વર મહાદેવ મંદિર સામેના ખાંચામાં 50 વારિયા વિસ્તારમાં રહેતા ભરવાડ પરિવારના જીણાભાઈ ભકાભાઈ રાઠોડના ઘરે દિકરીના લગ્ન લેવાઈ રહ્યા હતા, ઘરમાં ખુશી પ્રસંગ હતો. લગ્નગીતોથી ઘરનો માહોલ ગુંજતો હતો પણ જે પુત્રીના લગ્ન થઈ રહ્યા હતા તેને અચાનક હાર્ટ એટેક આવતા ખુશીનો પ્રસંગ માતમમાં ફેરવાઈ ગયો હતો.


પિતાએ જાનને પાછી જવા ન દીધી


વ્હાલસોયી પુત્રીના મોતની આ કરૂણ ઘટનાથી પરિવારજનો પર તો જાણે આભ તુટી પડ્યું. આ અત્યંત ગમગીન માહોલમાં પણ દીકરીના પરિવારના મોભી જીણાભાઈ ભકાભાઈ રાઠોડે હ્રદય પર પથ્થર મુકી મહત્વનો નિર્ણય લીધો. તેમણે માનસિક સ્વસ્થતા જાળવી માંડવે આવેલી જાન પાછી ન જાય તે હેતુથી મૃતકની નાની બહેનને પરણાવી લગ્નની વિધિ પૂર્ણ કરી હતી. વિધીની વક્રતા કેવી કે જે વરરાજાની સાળી થવાની હતી તેને પરણેતર થવાનો યોગ સર્જાયો.


કઈ રીતે કન્યાનું મોત થયું? 


જીણાભાઈ રાઠોડની દીકરી હેતલના લગ્ન નારીના આલગોતર રાણાભાઈ બુટાભાઈ આલગોતરના દીકરા વિશાલ સાથે થવાના હતા. જાન પણ ભાવનગર આવી પહોંચી હતી, પરંતુ કુદરતને કંઇક અલગ જ મંજૂર હતું. જીણાભાઈની દીકરીને ચક્કર આવ્યા અને બેભાન થયા બાદ 108માં સારવાર માટે લઇ જવાઇ પણ તબીબે જણાવ્યું હતુ કે આ દીકરીનું એકાએક એટેક આવતા નિધન થયું હતુ. બાદમાં જીણાભાઈએ તેમની દીકરી હેતલના નશ્વર દેહને કોલ્ડ સ્ટોરેજમાં રાખી બીજી દીકરીનું કન્યા દાન કર્યું હતું.   



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?