ઉત્તર પ્રદેશના હાથરસમાં નવવધૂએ લગ્નના માંડવેથી કર્યું ફાયરિંગ, video વાયરલ થયો


  • Published By :
  • Published Date : 2023-04-09 14:37:49

ઉત્તર પ્રદેશના હાથરસમાં નવવધૂએ લગ્નના માંડવેથી ફાયરિંગ કરવાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વાયરલ વીડિયોમાં લગ્નમાં સ્ટેજ પર બેઠેલી નવવધૂ હાથમાં પિસ્તોલ લઈને ફાયરિંગ કરતી જોવા મળી રહી છે. આ સાથે જ આ ગોળીબારથી દુલ્હનની બાજુમાં બેઠેલો વર એક વખત તો ડરી ગયો હતો. જોકે, કન્યાએ સ્ટેજ પરથી પોતાના લગ્નમાં અતિ ઉત્સાહમાં આવી ફાયરિંગ કરીને કાયદાનો ભંગ કર્યો હતો.


શું હતી સમગ્ર ઘટના? 


હાથરસમાં યોજાયેલા એક લગ્ન સમારોહમાં કોઈ વ્યક્તિએ દુલ્હનને પિસ્તોલ આપી હતી, ત્યારબાદ દુલ્હનએ જોરદાર ફાયરિંગ કર્યું હતું. દુલ્હનએ હવામાં સતત ચાર રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. ફાયરિંગ કર્યા બાદ દુલ્હનએ આ પિસ્તોલ સ્ટેજ પર ઉભેલા વ્યક્તિને પાછી આપી દીધી હતી. આ વીડિયો હાથરસ જંકશન વિસ્તારના સલેમપુર ગામમાં એક ગેસ્ટ હાઉસમાં આયોજીત એક લગ્ન સમારોહનો હોવાનું જાણવા મળ્યું છે. 


પોલીસે શરૂ કરી તપાસ  


હાથરસમાં નવવધૂ દ્વારા કરાયેલા ફાયરિંગને લઈ પોલીસે તપાસ શરૂ કરી દીધી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળી રહ્યું છે કે આ લગ્ન આ ગેસ્ટ હાઉસમાં શુક્રવારે જ થયા હતા અને આ દરમિયાન દુલ્હનએ ત્યાં અતિ ઉત્સાહમાં આવીને ફાયરિંગ કર્યું હતું. દુલ્હન હાથરસ જંકશન વિસ્તારની હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. આ અંગે હાથરસ જંકશનના પોલીસ અધિકારી ગિરીશ ચંદ ગૌતમનું કહેવું છે કે વાયરલ વીડિયોની વધુ તપાસ કરવામાં આવી રહી છે. તપાસ બાદ જે બહાર આવશે તે મુજબ કાર્યવાહી કરવામાં આવશે.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?