લ્યો બોલો! લાંચિયો તલાટી સસ્પેન્ડ થતાં ગામ લોકોએ ફટાકડા ફોડ્યા અને મીઠાઈ વહેંચી, જાણો વિગતે અહેવાલ


  • Published By :
  • Published Date : 2023-07-13 16:55:00

રાજ્યમાં સરકારી કર્મચારીઓ લોકોનું નાનું કામ પણ લાંચ લીધા વગર કરતા નથી. જો કે ઘણી વખત આવા લાંચિયા કર્મચારીઓ ઝડપાઈ જતા કાયમી સરકારી નોકરી ગુમાવવાની નોબત આવે છે. જેમ કે ભાવનગરના બુધેલ ગામના તલાટીએ લગ્નનું પ્રમાણપત્ર કાઢી આપવા રૂ.4000ની લાંચ માંગી હતી, આ તલાટીનો વિડીયો વાયરલ થતા તલાટી જયેશ ડાભીને તત્કાલ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. જો કે લાંચિયા તલાટીને સસ્પેન્ડ કરવામાં આવતા ગ્રામજનોએ ફટાકટા ફોડીને મીઠાઈ વહેંચીને ખુશી વ્યક્ત કરી હતી.  


સમગ્ર મામલો શું હતો?


લાંચિયા તલાટી જયેશ ડાભી સામે શિક્ષાત્મક કાર્યવાહી કરતા નાયબ જિલ્લા વિકાસ અધિકારી દ્વારા તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. બુધેલ ગ્રામ પંચાયત વિસ્તારમાં રહેતા પ્રક્ષા જોશીના લગ્ન આલપ ત્રિવેદી સાથે 6 નવેમ્બર 2022ના રોજ થયા હતા. જે અંગે લગ્ન નોંધણી માટે બુધેલ ગામના તલાટી જયેશ ડાબીએ નોંધણીના અરજદાર વકીલ રાજેશ ભટ્ટને વર, કન્યા, ગોરમહારાજ અને સાક્ષીઓને રૂબરૂ હાજર રહે તો જ લગ્ન નોંધણી કરવામાં આવશે તેવું જણાવ્યું હતું. જે અંગે લગ્ન નોંધણી માટે બુધેલ ગામના તલાટી જયેશ ડાબીએ નોંધણીના અરજદાર વકીલ રાજેશ ભટ્ટને વર, કન્યા, ગોરમહારાજ અને સાક્ષીઓને રૂબરૂ હાજર રહે તો જ લગ્ન નોંધણી કરવામાં આવશે તેવું જણાવ્યું હતું. તલાટીએ આ પ્રકારની કાર્યવાહી ન કરવી હોય તો નાણાકિય વ્યવહારની વાત કરી હતી. ત્યાર બાદ ભાવનગર ન્યાયાલય બહાર રૂપિયા 4000 એડવોકેટ રાજેશ ભટ્ટ પાસેથી માગીને સ્વીકાર્યા હતા. જે અંગેનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો હતો. વીડિયા વાયરલ થતાં તાલુકા વિકાસ અધિકારી દ્વારા તપાસ કરવામાં આવી હતી. વાયરલ વીડિયાની FSL દ્વારા ખરાઈ કરવાની પણ સુચના આપવામાં આવી છે.


નાયબ TDOએ કર્યો આ હુકમ


તલાટી કમ મંત્રી જયેશ ડાભીએ સત્તાનો દુરપયોગ કરી લગ્ન નોંધણી કરવા લાંચ સ્વીકરતા હોવાનું વીડિયોમાં સ્પષ્ટ જણાતા તપાસ દરમિયાન તલાટી મંત્રીને નાયબ જિલ્લા વિકાસ અધિકારી જે. આર. સોંલકીએ 90 દિવસ માટે અને પછી મુદત વધારો કરવામાં આવે ત્યાં સુધી ફરજ મોકુફ કરવાનો હુકમ કર્યો છે. આ સાથે જ તલાટી મંત્રી જયેશને હેડક્વોર્ટર નહીં છોડવા માટે પણ હુકમ કરવામાં આવ્યો છે. જે તલાટી મંત્રીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તે અગાઉ પણ વિવાદમાં ફસાઈ ચુક્યા છે. 



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?