અમદાવાદ એન્ટી કરપ્શન બ્યૂરોએ છટકું ગોઠવી લાંચનો ભાંડો ફોડ્યો હતો. ફરિયાદના આધારે સિંધુભવન ખાતેથી એડિશનલ ઈન્કમટેક્સ કમિશનર સંતોષ કરનાનીએ ફરિયાદીને આંગડિયા મારફતે 30 લાખની લાંચ માગી હતી તે એસીબીએ રિકવર કરી હતી. સમગ્ર વાતનો ભાંડો ભૂટતા આરોપી સંતોષ કરનાની હાલ ફરાર થઈ ગયો છે.
ધમકી આપી અધિકારીએ માગી હતી 30 લાખની લાંચ
આરોપી ખાતેથી એડિશનલ ઈન્કમટેક્સ કમિશનર સંતોષ કરનાનીએ ફરિયાદીને ત્યાં રેડ કરી હતી. રેડ બાદ આરોપી અધિકારી ફરિયાદીને ફોન કરીને ધમકી આપી લાંચની માગણી કરતો હતો. લાંચિયા અધિકારીએ ફરિયાદીને અમદાવાદના સિંધુ ભવન ખાતે લાંચની 30 લાખની રકમ અન્ય એકાઉન્ટમાં રૂપિયા ટ્રાન્સફર કરવાનું જણાવ્યું હતું.
ફરિયાદીએ એસીબીનો કર્યો હતો સંપર્ક
ફરિયાદીએ એન્ટી કરપ્શન બ્યૂરોનો સંપર્ક કર્યા બાદ આરોપીને પકડવા માટે છટકું ગોઠવવામાં આવ્યું હતું. ફરિયાદીએ આંગળિયા મારફતે 30 લાખની રકમ જમા કરાવેલી હતી. એસીબીએ આંગળિયા પેઢીમાંથી ફરિયાદીના 30 લાખ રૂપિયા રીકવર કર્યા છે અને સમગ્ર વાતનો ભાંડો ફૂટતા સંતોષ કરનાની ફરાર થઈ ગયો છે.