ગુજરાત ACBનો સપાટો, વડોદરામાં માત્ર રૂ. 400ની લાંચ લેતા ઝડપાયો સિનિયર ક્લાર્ક


  • Published By :
  • Published Date : 2023-08-28 22:09:03

સરકારી તંત્રમાંથી ભ્રષ્ટાચાર દૂર થાય તે માટે રાજ્ય સરકાર દ્વારા ઝીરો ટોલરન્સની નીતિ અપનાવવામાં આવી છે. સરકારના તમામ વિભાગોમાંથી લાંચની બદી દૂર થાય તે માટે ગુજરાત ACB ટ્રેપ ગોઠવીને લાંચિયા અધિકારીઓને ઝડપી પાડે છે. વડોદરામાં એક સિનિયર ક્લાર્ક લાંચ લેતા ઝડપાયો છે. વડોદરા ACBએ સિનિયર ક્લાર્ક પરેશ ગાંધીની ધરપકડ કરી હતી.


ACBએ ટ્રેપ ગોઠવી દબોચ્યો


વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના જાસપુરની સરકારી શાળામાં પરેશ ગાંધી સિનિયર ક્લાર્ક તરીકે ફરજ બજાવે છે. ફરિયાદીએ જન્મના દાખલા માટે કોર્ટમાં અરજી કરી હતી. કોર્ટે અરજી સંદર્ભે સિનિયર ક્લાર્કને હાજર રહેવા આદેશ કર્યો હતો. કોર્ટના આદેશ છતાં દાખલા માટે તેમણે ફરિયાદી પાસે 400 રૂપિયાની લાંચ માંગી હતી. ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી તેમણે ACBને જાણ કરી હતી. ACBએ ટ્રેપ ગોઠવીને કોર્ટ બહાર પગથિયાં પર જ લાંચ લેતા સિનિયર ક્લાર્કને રંગેહાથ ઝડપી લીધો હતો. આ ઘટના બની ત્યારે આસપાસના લોકો પણ એકઠા થઈ ગયા હતા, તેમણે ACBની કાર્યવાહીને બિરદાવી હતી.



વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...