બ્રેકિંગ! હજારો ઉમેદવારો માટે રાહતના સમાચાર, GETCOની પરીક્ષાની નવી તારીખ જાહેર


  • Published By :
  • Published Date : 2023-12-21 16:30:35

રાજ્ય સરકારે GETCOની પરીક્ષા ફરીથી યોજવાનો મહત્વનો નિર્ણય લીધો છે. ઉલ્લેખનિય છે કે GETCO દ્વારા લેવાયેલી વિદ્યુત સહાયકની ભરતી માટેની પરીક્ષા રદ્દ કરવામાં આવી હતી. ભરતી પ્રક્રિયામાં ગેરરીતિ થઈ હોવાની ફરિયાદ મળ્યા બાદ સરકારે GETCOની પરીક્ષા રદ્દ કરવાની જાહેરાત કરી હતી. આ ફરિયાદના આધારે તપાસ કમિટીની રચવામાં આવી હતી. સરકારને પોલ ટેસ્ટની પરીક્ષા સમયે ગેરરીતિ થઈ હોવાની ફરિયાદ મળી હતી. પરીક્ષા ફરીથી લેવાની જાહેરાત કરવામાં આવતા હજારો ઉમેદવારોએ રાહતનો શ્વાસ લીધો છે. 


આ તારીખે લેવાશે પરીક્ષા


GETCO ના વિદ્યુત સહાયકની પરીક્ષા 28 અને 29 ડિસેમ્બર પોલ ટેસ્ટ લેવામાં આવશે. આ અંગેની માહિતી અનુસાર, જેટકો દ્વારા હાલમાં રદ્દ કરવામાં આવેલી પરીક્ષા અંગે સરકારે તાત્કાલિક જ પરીક્ષા લેવાનો નિર્ણય કર્યો છે. જેમાં આગામી 28 અને 29 ડિસેમ્બર પોલ ટેસ્ટ લેવામાં આવશે. આ માટે છ જગ્યાઓ પર પોલ ક્લાઈબિંગ ટેસ્ટ લેવાશે. તેમજ 7 જાન્યુઆરીએ અમદાવાદમાં લેખિત પરીક્ષા લેવાશે તેવી જાહેરાત કરી છે.


શા માટે રદ્દ થઈ હતી પરીક્ષા?


રાજ્યના રાજકોટ, ભરૂચ અને મહેસાણા ઝોન હેઠળની વર્તુળ કચેરીઓ ખાતે પોલ ક્લાઈબિંગ ટેસ્ટ લેવામાં આવી હતી. જે બાદ કેટલાક ઉમેદવારો દ્વારા કચેરી ખાતે રજૂઆત કરવામાં આવી હતી કે, વર્તુળ કચેરીઓ ખાતે લેવામાં આવેલ પોલ ક્લાઈબિંગ ટેસ્ટની પ્રક્રિયામાં જીયુવીએનએલ તેમજ GETCO દ્વારા બહાર પાડવામાં આવેલ માર્ગદર્શિકા અનુસાર પરીક્ષા લેવામાં આવેલ નથી. જે બાદ તપાસ કમિટી દ્વારા તપાસ કરતા સદર ક્ષતિને ધ્યાનમાં આવેલ હતી. રાજ્ય સરકારે આ કમિટીની ભલામણો સ્વિકારી લઈ પરીક્ષા રદ્દ કરવાની જાહેરાત કરી હતી.  


અધિકારીઓ વિરૂધ્ધ કાર્યવાહી


GETCOની પરીક્ષામાં ગેરરિતી મુદ્દે સરકારે કડક કાર્યવાહી કરતા GETCOના HR મેનેજરની બદલી કરી હતી. જ્યારે અન્ય જવાબદાર અધિકારીઓને પણ નોટીસ આપવામાં આવી છે. આ સમગ્ર પ્રક્રિયામાં જેની પણ ભુલ હશે તેમની સામે કાર્યવાહી કરવા માટે પણ સરકારે તૈયારી કરી છે. ઊર્જા વિભાગના અધિક મુખ્ય સચિવની બેઠક બાદ નિર્ણય લેવામાં આવ્યો છે. 



આપણી આસપાસ શાંતિ હોય, લાગણીઓ હોય.. જીવન કેવું હોય તેની કલ્પના દરેક માણસ કરતો હોય છે. સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના સ્વપ્ન.

વડોદરામાં જે પરિસ્થિતિનું સર્જન થયું તે આપણે જાણીએ છીએ... અનેક દિવસો સુધી લોકોને પાણી ના મળ્યું હતું. સ્થાનિકોનો રોષ જોવા મળ્યો હતો ત્યારે એક જૈન મુનિનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં જૈન મુનીનો આક્રોશ દેખાઈ રહ્યો છે. ભાજપ પર તેમણે પ્રહાર કર્યા હતા.

આજે શિક્ષક દિવસ છે.. શિક્ષકોને આપણે ત્યાં ઘણું મહત્વનું સ્થાન આપવામાં આવ્યું છે. બાળકના જીવનમાં માતા પિતા સિવાય જો કોઈનું મહત્વનું સ્થાન હોય તો તે શિક્ષકનું છે.. શિક્ષકો જ્યારે વિદ્યાર્થીઓેને ભણાવે છે ત્યારે તે આવવાની પેઢીને તૈયાર કરે છે.

ગુજરાતમાં ટેટ ટાટ પાસ ઉમેદવારો ઘણા સમયથી માગ કરી રહ્યા છે કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે.. જ્ઞાન સહાયકનો વિરોધ તે કરી રહ્યા છે. આજે ગાંધીનગર ખાતે ટેટ ટાટ પાસ ઉમેદવારો આંદોલન કરવા માટે આવ્યા હતા. અને સરકાર વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા.