Breaking: કોરોનાથી અમદાવાદમાં એકનું મોત, 82 વર્ષીય વૃદ્ધાનું સારવાર દરમિયાન મોત


  • Published By :
  • Published Date : 2023-12-26 20:42:09

ગુજરાતમાં કોરોનાના વધતા કેસથી સામાન્ય લોકોની ચિંતા વધી છે. દુર્ભાગ્યવશ આજે અમદાવાદમાં કોરોના સામેની લડાઈમાં એક મહિલાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. આજે અમદાવાદમાં 82 વર્ષીય વૃદ્ધાનું સારવાર દરમિયાન મોત થયું છે. મૃતક મહિલા દરિયાપુરના રહેવાસી હતા અને અક્ષરકૃપા હોસ્પિટલમાં તેમની કોરોનાની સારવાર ચાલી રહી હતી. ઉલ્લેખનિય છે કે મૃતક મહિલા કોવિડ ઉપરાંત ઉંમર સંબંધીત અન્ય કેટલીક બીમારીઓથી પણ પીડાઈ રહ્યા હતા. મહિલાનું ખાનગી હોસ્પિટલમાં મોત થતા ખળભળાટ મચી ગયો છે.


AMCનો આરોગ્ય વિભાગ એક્શનમાં 


અમદાવાદમાં કોરોના વાયરસના નવા કેસ સામે આવતા અમદાવાદ મહાનગરપાલિકાનો આરોગ્ય વિભાગ એક્શનમાં આવ્યો છે. મળતી માહિતી પ્રમાણે, આજે કોરોનાનાં વધુ બે કેસ શહેરમાં નોધાયા છે. ત્યાં અમદાવાદ શહેરમાં 35 કુલ કોરોના એક્ટિવ કેસ છે. જેમાં મધ્યઝોન - 02, પશ્ચિમ ઝોન - 14, ઉતર પશ્ચિમ ઝોન - 11, દક્ષિણ પશ્ચિમ ઝોન - 05, દક્ષિણ ઝોન - 03 છે. આજે શહેરમાં બે દર્દીઓ કોરોનાથી સાજા થતા તેમને રજા આપવામાં આવી છે. અમદાવાદના નવરંગપુરા, નારણપુરા અને બોડકદેવમાં સૌથી વધુ કેસો નોંધાઇ રહ્યા છે. સરખેજ અને રાણીપ વિસ્તારમાં નવા કેસ નોંધાયા છે. એક મહિલા અને એક પુરુષ કવિડ પોઝિટિવ છે. એક દર્દીની ટ્રાવેલિંગ હિસ્ટ્રી વિદેશની હોવાનું સામે આવ્યું છે. એક દર્દીની ટ્રાવેલ હિસ્ટ્રી સિંગાપુરની સામે આવી છે. AMC તંત્રએ શહેરમાં કોરોના ટેસ્ટિંગની શરૂઆત કરી દીધી છે. શરદી-ખાંસી, તાવનાં લક્ષણો ધરાવતા દર્દીઓના ટેસ્ટ કરાઈ રહ્યા છે. હાલ અમદાવાદની અસારવા સિવિલ હોસ્પિટલ, શારદાબેન હોસ્પિટલ અને SVP હોસ્પિટલમાં દર્દી આવે ત્યારે ટેસ્ટિંગ કરવામાં આવે છે.  


શિયાળામાં કેસ વધવાની શક્યતા  


શિયાળામાં અમદાવાદમાં કોરોનાના કેસમાં વધારો થવાની આશંકાએ AMCના તમામ આરોગ્ય કેન્દ્રમાં ટેસ્ટિંગ કીટનો જથ્થો પૂરો પાડવામાં આવ્યો છે. જો જરૂર પડશે તો આગામી દિવસમાં RTPCR ટેસ્ટની પણ શરૂઆત કરવામાં આવશે. કોરોનાના કેસ નોંધાતા WHOએ પણ ચિંતા વ્યક્ત કરી છે. સોલા સિવિલમાં કોરોના માટે 25 બેડનો સ્પેશિયલ વોર્ડ તૈયાર કરાયો છે. ઉલ્લેખનિય છે કે વૈશ્વિક સ્તરે કોરોનાનો નવો વેરિયન્ટ ઝડપથી પ્રસરી રહ્યો છે.  



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?