ગુજરાતમાં ત્રીજા તબક્કામાં મતદાન થવાનું છે. પરિણામ ચોથી જૂનના રોજ આવવાનું છે. ગુજરાતની 26 બેઠકો પર ભાજપ જીતશે તેવા દાવાઓ અનેક વખત ભાજપ દ્વારા કરવામાં આવ્યા છે ત્યારે એક બેઠક પર ભાજપની જીત હમણાંથી થઈ ગઈ છે. સુરત કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ રદ્દ થયું છે. ત્યારે ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિન હરીફ જાહેર થયા છે. મહત્વનું છે આ અંગેની સત્તાવાર જાહેરાત ત્રણ વાગ્યા બાદ થઈ શકે છે... ઉલ્લેખનિય છે કે બીએસપીના ઉમેદવાર પ્યારેલાલે પણ પોતાની ઉમેદવારી પરત ખેંચી લીધી છે. સી.આર.પાટીલે સુરત લોકસભા બેઠકના ઉમેદવારને જીત બદલ શુભેચ્છા પાઠવી છે.
ભાજપના ઉમેદવારને વગર ચૂંટાયે મળી ગઈ જીત!
ગુજરાતની 26 લોકસભા બેઠક પર કોણ જીત હાંસલ કરશે તેની પર સૌ કોઈની નજર રહેલી છે.. મતદાન 7મેના રોજ થવાનું છે અને પરિણામ 4 જૂનના રોજ આવવાનું છે. ઉમેદવારી ખેંચવાનો આજે અંતિમ દિવસ છે. કઈ બેઠક પર કેટલા ઉમેદવાર ચૂંટણી લડશે તે અંગેનું ચિત્ર આજ બપોર સુધીમાં ક્લીયર થઈ જશે. આ બધા વચ્ચે સુરત લોકસભા બેઠક પરથી એક મોટા સમાચાર સામે આવ્યા છે.. ગુજરાતના ઈતિહાસમાં કદાચ આ પ્રથમ ઘટના હશે જ્યાં મતદાન થાય તે પહેલા જ ઉમેદવારની જીત થઈ ગઈ છે...!
બીએસપીના ઉમેદવાર પ્યારેલાલે પરત લીધું ફોર્મ
સુરતમાં ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિમહરીફ ચૂંટાયા છે.. એક તરફ કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ રદ્દ થઈ ગયું છે ત્યારે આજે બીએસપીના ઉમેદવાર પ્યારેલાલ ભારતીએ ફોર્મ પરત ખેંચી લીધું છે. મહત્વનું છે કે સુરત લોકસભા બેઠક પર થોડા દિવસોથી હાઈ વોલ્ટેજ ડ્રામા જોવા મળ્યો હતો. રવિવારે સુરતના કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ્દ થઈ ગયું છે ત્યારે બીએસપીના ઉમેદવાર પ્યારેલાલે પણ આજે ઉમેદવારી ફોર્મ પરત ખેંચી લીધું છે..
કોંગ્રેસ ઉમેદવારના ઉમેદવારી ફોર્મને લઈ થયો વિવાદ
સુરત લોકસભા બેઠકની વાત કરીએ તો ભાજપ સહિત 9 જેટલા ઉમેદવારોના ફોર્મ માન્ય રહ્યા હતા. તેમાંથી 8 ઉમેદવારોએ ઉમેદવારી પરત ખેંચી લીધી છે.. જેને કારણે આજે ભાજપના ફાળે સુરત લોકસભા બેઠક આવી છે.. મહત્વનું છે કે કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીના ઉમેદવારી ફોર્મને લઈ વિવાદ ઉભો થયો હતો.