Breaking News: ગુજરાત કેડરના 17 નાયબ કલેકટરની ટ્રાન્સફર, જાણો કોની ક્યા બદલી થઈ?


  • Published By :
  • Published Date : 2023-12-07 22:36:56

લોકસભાની ચૂંટણી પહેલા બદલીનો દોર શરૂ થઈ ગયો છે, પોલીસ બેડા સાથે સાથે અન્ય વિભાગોમાં પણ અધિકારીઓને બદલી કરવામાં આવી રહી છે. ગુજરાત સરકારના સામાન્ય અને વહીવટી વિભાગ દ્વારા આજે રાજ્યમાં 17 નાયબ કલેકટરોને ટ્રાન્સફર ઓર્ડર પકડાવી દેવામાં આવ્યા છે. ગુજરાત કેડરના આ 17 નાયબ કલેકટરની ક્યા-ક્યા બદલી કરવામાં આવી તેની વિગત આ મુજબ છે.


કોની ક્યા બદલી થઈ?


રાજ્યમાં 17 નાયબ કલેકટરની બદલી કરવામાં આવી છે. (1)પ્રિયંકકુમાર ગલચરની સુરેન્દ્રનગર જિલ્લાના ડિસ્ટ્રિક્ટ સપ્લાય ઓફિસર,  (2)મેહુલ દેસાઈની ડિસ્ટ્રિક્ટ સપ્લાય ઓફિસર કચ્છમાં બદલી કરવામાં આવી છે.  (3)શ્રીમતી એન એચ પટેલની ડેપ્યુટી કલેકટ, સ્ટેમ્પ ડ્યુટી ભરૂચથી ડિસ્ટ્રિક્ટ સપ્લાય ઓફિસર, ભરૂચ ખાતે,  (4)સંદીપકુમાર વર્માની ડિસ્ટ્રિક્ટ સપ્લાય ઓફિસર, મોરબી, ખાતે,  (5)એસ ડી ચૌધરીની ડિસ્ટ્રિક્ટ સપ્લાય ઓફિસર નર્મદા,  (6)એન.બી રાઠોડની ડેપ્યુટી સપ્લાય ઓફિસર મહિસાગર ખાતે બદલી કરવામાં આવી છે.  (7)પરેશકુમાર ટી પ્રજાપતિની પ્રાંત ઓફિસર બાવળાથી ડિસ્ટ્રિક્ટ સપ્લાય ઓફિસર, બોટાદ ખાતે,  (8)એચ.પી જોશીની ડિસ્ટિક્ટ સપ્લાસ ઓફિસર પોરબંદર ખાતે,  (9)એફ.જે.મેકડાની ડિસ્ટ્રિક્ટ સપ્લાય ઓફિસર જુનાગઢ ખાતે  ટ્રાન્સફર કરવામાં આવી છે.  (10)ચેતન કુમાર પ્રજાપતિની ભાવનગર સપ્લાય અધિકારી તરીકે બદલી (11)જ્યારે એસ.સી.પટેલની આસિસ્ટન્ટ કમિશ્નર, એસએપીએ, યુનિટ-3, વડોદરાથી ડેપ્યુટી સપ્લાય ઓફિસર અમરેલી ખાતે બદલી કરવામાં આવી છે.  (12)એન.બી.મોદીની ડિસ્ટ્રિક્ટ સપ્લાય ઓફિસર ગીર સોમનાથ ખાતે,(13) કે.બી.સોલંકીની ડિસ્ટ્રિક્ટ સપ્લાય ઓફિસર દેવભૂમિ દ્વારકા,   (14)જુઈ એ પાંડેની ડેપ્યુટી કલેક્ટર પ્રોટોલોક, કેલક્ટોરેટ, સુરત ખાતે,  (15)અમિત પરમારની ડેપ્યુટી કલેક્ટર સ્ટેમ્પ ડ્યુટી, ભરૂચ ખાતે,  (16)મયુર પરમારની પ્રાંત વડોદરા,  (17)પ્રણવ કુમાર વિઠાણીની પ્રાંત ઓફિસર હાલોલ ખાતે બદલી કરવામાં આવી છે.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.