પશ્ચિમ બંગાળમાં એક મોટી રેલ દુર્ઘટના સર્જાઈ જેમાં બે ટ્રેન એક બીજા સાથે અથડાઈ છે.. પશ્ચિમ બંગાળના દાર્જિલિંગ જિલ્લાના કંચનજંગા એક્સપ્રેસ ટ્રેનને પાછળથી આવતી એક માલગાડીએ ટક્કર મારી દીધી જેને કારણે પાંચ લોકોના મોત થઈ ગયા છે તેવી માહિતી સામે આવી છે. તે ઉપરાંત અનેક લોકો ઘાયલ થયા છે, રેસ્ક્યુની કામગીરી કરવામાં આવી રહી છે. સારવાર માટે લોકોને હોસ્પિટલ ખસેડવાની કામગીરી ચાલી રહી છે. કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ દ્વારા આ મામલે શોક વ્યક્ત કરવામાં આવ્યો છે.
પેસેન્જર ટ્રેનના ત્રણ ડબ્બા પાટા પરથી ઉતર્યા
થોડા સમય પહેલા એક મોટી રેલવે દુર્ઘટના સર્જાઈ હતી જેમાં અનેક લોકોના મોત થયા હતા. ત્યારે ફરી એક મોટી રેલ દુર્ઘટના પશ્ચિમ બંગાળમાં સર્જાઈ છે જેમાં પાંચથી વધારે લોકોના મોત થઈ ગયા છે તેવી માહિતી સામે આવી છે.. કંજનચંગા એક્સપ્રેસ ઉભી હતી અને પાછળથી માલ ગાડી આવી અને ટક્કર થઈ ગઈ.. આ ઘટનાને કારણે અરેરાટી વ્યાપી ઉઠી છે. કંજનચંગા એક્સપ્રેસ ટ્રેનના ત્રણ જેટલા ડબ્બા પાટા પરથી ઉતરી ગયા છે.. એવી માહિતી સામે આવી છે કે આ દુર્ઘટના નિજવાડી સ્ટેશન નજીક બન્યો છે.
મુખ્યમંત્રીએ કરી આ દુર્ઘટનાને લઈ શોક વ્યક્ત
આ ઘટનાની જાણ થતાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પ્રતિક્રિયા આપી છે. મમતા બેનર્જીએ કહ્યું કે દાર્જિલિંગ જિલ્લાના ફણસીવા વિસ્તારમાં હમણાં જ એક દુ:ખદ ટ્રેન દુર્ઘટનાના સમાચાર સાંભળીને હું આઘાતમાં છું. મહત્વનું છે કે આ દુર્ઘટના બાદ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર રિઝાઈન ટ્રેન્ડમાં છે. મહત્વનું છે કે આવી દુર્ઘટનાઓને કારણે અનેક લોકોના મોત થઈ જાય છે..