NEET UGના પરિણામને લઈ સુપ્રીમ કોર્ટમાં સુનાવણી કરવામાં આવી હતી..સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કાઉન્સેલિંગ પર રોક લગાવાનો ઈન્કાર કર્યો હતો. સુપ્રીમ કોર્ટ દ્વારા એનટીએને નોટિસ આપવામાં આવી હતી અને જવાબ માગવામાં આવ્યો હતો. આ મામલે આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી કરવામાં આવી જેમાં સુપ્રીમ કોર્ટ દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જે 1563 ઉમેદવારોને ગ્રેસ માર્ક્સ આપવામાં આવ્યા હતા તેમને ફરીથી પરીક્ષા આપવી પડશે.. અને આ પરીક્ષા 23 જૂને લેવાશે અને તેનું પરિણામ 30 જૂને આવશે..
શું કહ્યું સુપ્રીમ કોર્ટે?
સુપ્રીમ કોર્ટમાં નીટની પરીક્ષાને લઈ આજે ફરી એક વખત સુનાવણી હાથ ધરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટ દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં ગ્રેસ માર્ક મેળવનાર વિદ્યાર્થીઓને ફરીથી પરીક્ષા આપવી પડશે.. ગ્રેસ માર્ક મેળવનાર વિદ્યાર્થીઓનું પરિણામ રદ્દ કરવામાં આવ્યું છે.. આ નિર્ણયને કારણે 1563 ઉમેદવારોને ફરીથી પરીક્ષા આપવી પડશે.. જો ઉમેદવારો ફરીથી પરીક્ષા નહીં આપે તો તેને ગ્રેસ માર્ક નહીં મળે.. આવા વિદ્યાર્થીઓ માટે ગ્રેસ માર્ક વિના નવું સ્કોર કાર્ડ જાહેર કરવામાં આવશે.. મહત્વનું છે કે સુપ્રીમ કોર્ટ દ્વારા કાઉન્સિલિંગ પર રોક લગાવવાનો ઈન્કાર કરાયો છે.. 23 જૂને ફરીથી આ પરીક્ષા લેવામાં આવશે.