Breaking News : મોરબી પુલ દુર્ઘટનાના મુખ્ય આરોપી જયસુખ પટેલને Supreme Courtએ આપી મોટી રાહત, શરતી જામીન તો મળ્યા પરંતુ...


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-03-22 13:11:07

થોડા વર્ષો પહેલા મોરબીમાં એક મોટી હૃદયદ્રાવક ઘટના બની હતી. મચ્છુ નદી પર બનેલો ઝુલતો પુલ અચાનક પડી ગયો હતો અને અનેક નિર્દોષ લોકો મોતને ભેટ્યા હતા. તહેવાર માતમમાં ફેરવાઈ ગયો હતો. 30 ઓક્ટોબર 2022ના રોજ બનેલી ઘટનામાં 135 લોકોના જીવ ગયા હતા. જયસુખ પટેલ પોલીસ કસ્ટડીમાં હતા. જામીન માટે જયસુખ પટેલે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. અને તે અરજીને સુપ્રીમ કોર્ટે સ્વીકારી લીધી છે અને જયસુખ પટેલને શરતી જામીન આપ્યા છે. મહત્વનું છે કે હાઈકોર્ટે તેમની જામીન અરજીને ફગાવી દીધી હતી.  

હાઈકોર્ટે અરજી ફગાવી દેતા સુપ્રીમ કોર્ટ પહોંચ્યા હતા જયસુખ પટેલ 

મચ્છુ નદી પર બનેલો ઝુલતો પુલ 2022માં તૂટી પડ્યો હતો. 135 લોકોના મોત આ દુર્ઘટનામાં થયા હતા. દિવાળીનો તહેવાર અનેક પરિવારો માટે માતમમાં ફેરવાઈ ગયો હતો. આટલો સમય થયો એટલે કદાચ આપણે આ ઘટનાને ભૂલી ગયા હોઈશું પરંતુ તે પરિવારો આ ઘટનાને ક્યારેય નહીં ભૂલી થશે જેમાં તેમણે પોતાના પરિવારના સ્વજનને ગુમાવ્યા હતા. જયસુખ પટેલની આ મામલે ધરપકડ કરવામાં આવી હતી. જયસુખ પટેલ અનેક દિવસોથી જેલમાં હતા. હાઈકોર્ટમાં જયસુખ પટેલે જામીન માટે અરજી કરી હતી પરંતુ હાઈકોર્ટે તે અરજીને ફગાવી દીધી હતી. તે બાદ જામીન માટે જયસુખ પટેલે સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવ્યા હતા અને સુપ્રીમ કોર્ટે જામીન અરજીને સ્વીકારી લીધી છે અને તેમને શરતી જામીન મળી ગયા છે. 


મોરબીની કોર્ટ કરશે જામીનની અરજી નક્કી

ઓરેવાના માલિક જયસુખ પટેલને શરતી જામીન સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવ્યા છે. મોરબી બ્રિજ દુર્ઘટનામાં 135 નિર્દોષ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. આ ઘટના બની તે બાદથી ઓરેવા ગ્રુપના માલિક જયસુખ પટેલ ફરાર હતા. આ કેસમાં પોલીસે ગુન્હો દાખલ કરી 9 લોકોની ધરપકડ કરી હતી. જ્યારે પોલીસે આ કાર્યવાહી કરી ત્યારથી જયસુખ પટેલ ફરાર હતા. થોડા દિવસો સુધી તે ફરાર રહ્યા અને તે બાદ તેમણે કોર્ટમાં આત્મસમર્પણ કર્યું. અંદાજીત 14 મહિનાથી ઝુલતા બ્રિજનો મુખ્ય આરોપી જયસુખ પટેલ જેલમાં હતા. ત્યારે આજે સુપ્રીમ કોર્ટે જયસુખ પટેલને શરતી જામીન મંજૂર કર્યા છે. મળતી માહિતી અનુસાર મોરબીની કોર્ટ જામીનની શરતો નક્કી કરશે.    




વંદે માતરમ્ પાસે ફ્લેટમાં રહેતા નીલ પટેલ નામના એક વ્યક્તિનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો જેમાં એ એક ગોલ્ડન રીટ્રીવર કૂતરાના ચાર પગે દોરી બાંધી એને લાકડીથી માર મારે છે.

અમદાવાદના આંબલી બોપલ રોડ પર આજે સવારના સમયે ઓડી કાર લઈને એક નબીરો નીકળે છે અને અનેક વાહનોને અડફેટમાં લે છે... ત્યાં હાજર લોકોના જણાવ્યા અનુસાર કાર ચાલક ફૂલ પીધેલી હાલતમાં હતો અને અંદર બેસીને સિગરેટ પિતો હતો

વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..