Breaking News - રાજ્ય સરકારે ખેડૂતો માટે 1419 કરોડનું રાહત પેકેજ કર્યું જાહેર, જાણો વિગતવાર


  • Published By :
  • Published Date : 2024-10-23 18:17:49

પાછોતરા વરસાદને કારણે જગતના તાતની હાલત કફોડી બની છે... પાકને લણવાનો સમય જ્યારે આવ્યો ત્યારે વરસાદ પડ્યો જેને કારણે ખેડૂતોના મોઢામાં આવેલો કોળિયો છીનવાઈ ગયો.. જગતના તાત બેહાલ થઈ ગયા છે.. સરકાર જલ્દી સહાય નક્કી કરે તેવી માગ ખેડૂતો કરી રહ્યા છે.. અનેક ખેડૂતોએ સરકારને રજૂઆત પણ કરી છે.. ત્યારે આજે રાજ્ય સરકાર દ્વારા રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.. ઓગસ્ટ મહિનામાં થયેલા નુકસાની માટે સરકારે સહાય જાહેર કરી.. 1419.62 કરોડનું રાહત પેકેજ સરકાર દ્વારા કરવામાં આવ્યું છે.. 

1419 કરોડનું રાહત પેકેજ કર્યું જાહેર!

હાલ દિવાળીના સમયમાં પણ વરસાદ વરસી રહ્યો છે.. વરસાદને કારણે ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે... મગફળી, કપાસ જેવા પાકોને ખૂબ નુકસાન થયું છે.. ત્યારે સરકાર દ્વારા આજે રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે... ઓગસ્ટ મહિનામાં થયેલા નુકસાન અંગે રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે.. સરકારે 1419.62 કરોડનું રાહત પેકેજ ખેડૂતો માટે જાહેર કર્યું છે.. વરસાદને કારણે મગફળી, ડાંગર, કપાસના પાક માટે પેકેજ જાહેર કરવામાં આવ્યું છે.. 6 હજાર ગામોનો સમાવેશ કરવામાં આવ્યો છે.. આ રાહત પેકેજને કારણે 7 લાખ જેટલા ખેડૂતોને આનો લાભ મળશે.... જોવાનું રહ્યું કે ખેડૂતોને ક્યારે મળે છે?



રાજ્યમાં વારંવાર થતાં હિટ એન્ડ રનના કેસો ચિંતાનો વિષય છે. આ અકસ્માતોનું મુખ્ય કારણ ડ્રિંક એન્ડ ડ્રાઇવ હોવાનું સામે આવ્યું છે ત્યારે આવા અકસ્માત સર્જનાર નબીરાઓ સાધારણ માણસને માણસ સમજતા જ નથી. પૈસાના જોરે નશા ના રવાડે ચઢેલા નબીરાઓની લાપરવાહીમાં લોકો પોતના જીવ ગુમાવે છે. શું પોલીસ મુકપ્રક્ષક બની રહી છે?

હવે સરકારી દરેક શાળામાં વિધાર્થીઓ ધોરણ 8 ને બદલે 10 સુધી ભણી શકશે. આગામી સ્તરથી ઝોન 7 માં 7 માધ્યમિક શાળાઓમાં ધો.9-10ના વર્ગ શરૂ થશે. AMCની સ્કૂલમાં માધ્યમિક શિક્ષણના 1 લાખ ૭૦ હજાર વિદ્યાર્થીને ફાયદો થશે. વિદ્યાર્થીઓને પુસ્તકોથી લઇને ગણવેશ સહિતની સુવિધાઓ વિનામુલ્યે મળી રહેશે.ગ્રામ્ય અને શહેરી વિસ્તારના વાલીઓ માટે આવક મર્યાદા વધારીને રૂ. ૬ લાખ કરવાનો નિર્ણય લેવાયો..

સુનિતા વિલિયમ્સ અને બુચ વિલમોર કે જેઓ ૯ મહિનાથી ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં ફસાયેલા હતા . તેમને પાછા લાવવા માટે ઈલોન મસ્કની કંપની સ્પેસએક્સનું ડ્રેગન જહાજ પહોંચી ચૂક્યું છે . આજે સવારે સાડા દસ વાગે તેમની ધરતી પર પરત ફરવાની યાત્રા શરુ થઇ ચુકી છે . ભારતીય સમય પ્રમાણે બુધવારના વહેલી સવારના સાડા ત્રણ વાગે સુનિતા વિલિયમ્સ અને બુચ વિલમોરનું ડ્રેગન અવકાશયાન ગલ્ફ ઓફ મેક્સિકોમાં લેન્ડ કરશે .

પાકિસ્તાનની જેલમાં કુલ ૧૨૩ ગુજરાતી માછીમારો કેદ છે . આ સ્ફોટક માહિતી ત્યારે બહાર આવી જયારે રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીએ પાકિસ્તાનની જેલમાં કેદ માછીમારોને લઇને સવાલ પૂછ્યો હતો . આ પછી રાજ્યસ્તરના વિદેશમંત્રી કીર્તિવર્ધન સિંહે આ વિશે વિસ્તૃત માહિતી આપી હતી .