Breaking News : આ તારીખે જાહેર થશે ધોરણ 10નું પરિણામ! વોટ્સએપ નંબર પર સીટ નંબર મોકલી વિદ્યાર્થીઓ મેળવી શકશે પરિણામ!


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-05-23 12:47:45

થોડા દિવસો પહેલા ધોરણ 12 સાયન્સનું પરિણામ જાહેર થયું હતું. જે બાદ ધોરણ 10ના વિદ્યાર્થીઓ અને ધોરણ 12 સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓ પરિણામોની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. ત્યારે વિદ્યાર્થીઓની આતુરતાનો અંત આવી ગયો છે. માર્ચ 2023માં યોજાયેલ ધોરણ 10 અને સંસ્કૃત પ્રથમા પરીક્ષાનું પરિણામ 25 મેના રોજ આવવાનું છે. પરિણામ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની વેબસાઈટ www.gseb.org પર જોઈ શકાશે. સવારના 8 વાગ્યે પરિણામ જાહેર કરવામાં આવશે. સામાન્ય રીતે ધોરણ 12 સાયન્સના પરિણામ બાદ ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ આવતું હોય છે પરંતુ આ વખતે ધોરણ 10નું પરિણામ વહેલા જાહેર થવાનું છે. વિદ્યાર્થીઓ વોટ્સએપ નંબર 6357300971 પર પોતાનો સીટ નંબર મોકલી પરિણામ મેળવી શકે છે. 


આ વોટ્સએપ નંબર પર સીટ નંબર મોકલી મેળવી શકાશે પરિણામ!

25 મેના રોજ ધોરણ 10નું પરિણામ આવવાનું છે. સવારે 8 વાગ્યાથી બોર્ડનું પરિણામ વેબસાઈટ પર જાહેર કરવામાં આવશે. www.gseb.org પર વિદ્યાર્થીઓ પરિણામ જોઈ શકાશે. 9.50 લાખ જેટલા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. વેબસાઈટ પર સીટ નંબર લખી પરિણામ જોઈ શકાશે. તે સિવાય વિદ્યાર્થીઓ વોટ્સએપ નંબરથી પણ પરિણામ મેળવી શકશે. 6357300971 પર પોતાનો સીટ નંબર મોકલી વિદ્યાર્થીઓ પરિણામ મેળવી શકશે. બે ત્રણ દિવસની અંદર વિદ્યાર્થીઓ માર્કશીટ મેળવી શકશે. સામાન્ય રીતે ધોરણ 12 સાયન્સના પરિણામ આવ્યા બાદ ધોરણ  12 સામાન્ય પ્રવાહનું પરિણામ આવતું હોય છે પરંતુ આ વખતે ધોરણ 10નું પરિણામ પહેલા આવવાનું છે. ધોરણ 10 બોર્ડનું પરિણામ 25 મેના રોજ આવવાનું છે. 




વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...