Breaking News : Rajasthanના મુખ્યમંત્રીના નામની કરાઈ જાહેરાત, જાણો કોને સોંપવામાં આવી જવાબદારી?


  • Published By :
  • Published Date : 2023-12-12 22:35:50

રાજસ્થાનમાં નવા CMને લઈને સસ્પેન્સનો હવે અંત આવ્યો છે. સાંગાનેર સીટથી ધારાસભ્ય બનેલા ભજનલાલ શર્મા રાજસ્થાનના નવા મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા છે. દિલ્હીના નિરીક્ષકોએ ધારાસભ્ય દળની બેઠક બાદ ભજનલાલ શર્માનું નામ નક્કી કર્યું છે. રાજ્યમાં ભજનલાલ શર્માના નામની જાહેરાત સાથે જ વસુંધરા રાજેનું મુખ્યમંત્રી બનવાનું સપનું રોળાઈ ગયું છે. 


પહેલી વખત બન્યા ધારાસભ્ય


ભરતપુરના રહેવાસી ભજનલાલ શર્મા લાંબા સમયથી ભાજપ સંગઠનમાં કાર્યકર રહ્યા છે. તેઓ પ્રદેશ મહામંત્રી તરીકે કાર્યરત રહ્યા છે. ભાજપે તેમને પહેલીવાર જયપુરના સાંગાનેર જેવી સુરક્ષિત બેઠક પરથી ચૂંટણી લડાવી અને તેઓ પહેલીવાર મુખ્યમંત્રી બન્યા છે. વર્તમાન ધારાસભ્ય અશોક લાહોટીની ટિકિટ કાપીને ભજનલાલ શર્માને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. ભજનલાલ શર્મા પહેલીવાર ધારાસભ્ય બન્યા છે. તેઓ 4 વખત પ્રદેશ મહામંત્રી રહી ચૂક્યા છે. RSS અને ABVPસાથે સંકળાયેલા છે.  સંગઠનમાં તેમની મહત્વની ભૂમિકાને લઈ તેમને મુખ્યમંત્રી પદની મોટી જવાબદારી સોંપવામાં આવી છે.  


નિરીક્ષકો સાથેની બેઠકમાં લેવાયો નિર્ણય


ભાજપ હાઈકમાન્ડે કેન્દ્રીય મંત્રી રાજનાથ સિંહ, વિનોદ તાવડે અને સરોજ પાંડેને રાજસ્થાનના નિરીક્ષક બનાવ્યા હતા. આજે બપોરે ત્રણેય નેતાઓ જયપુર પહોંચ્યા અને ધારાસભ્યો સાથે બેઠક કરી હતી. આજે બપોરે કેન્દ્રીય મંત્રી રાજનાથ સિંહે વસુંધરા રાજે સાથે વન ટુ વન બેઠક કરી હતી. બીજી તરફ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ પણ રાજનાથ સિંહ સાથે ફોન પર વાત કરી હતી.


આ નામો પણ હતા મુખ્યમંત્રીની રેસમાં


રાજસ્થાન વિધાનસભાની ચૂંટણી જીત્યા બાદ ભાજપ સામે સૌથી મોટો પડકાર એ હતો કે સીએમ તરીકે કોને પસંદ કરવામાં આવે.  મુખ્યમંત્રીના પદ માટેની રેસમાં ઘણા નામો ચાલી રહ્યા હતા. આ યાદીમાં પહેલું નામ વસુંધરા રાજેનું હતું. તે રાજસ્થાનની કમાન સંભાળી ચૂકી છે. આ સિવાય રાજસ્થાનમાં હિન્દુત્વના પોસ્ટર બોય બનેલા બાબા બાલકનાથનું નામ પણ ચર્ચામાં હતું. ગજેન્દ્ર શેખાવત, સીપી જોશી, દિયા કુમારી અને રાજવર્ધન રાઠોડ જેવા નામો પણ રેસમાં હતા.


રાજસ્થાનમાં BJPએ જીતી 115 સીટો 


છત્તીસગઢ અને એમપીની જેમ ભાજપે રાજસ્થાનમાં પણ સીએમ ચહેરા વગર ચૂંટણી લડી હતી. આ ચૂંટણીઓમાં પીએમ મોદીના ચહેરા પર ભાજપની જીત થઈ હતી. રાજસ્થાનમાં 200માંથી 199 બેઠકો પર થયેલા મતદાનમાં ભાજપે શાનદાર જીત હાંસલ કરી હતી. પાર્ટીએ 115 સીટો જીતી હતી જ્યારે  કોંગ્રેસને 69 બેઠકો મળી હતી.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?