લોકસભા ચૂંટણીની તારીખોનું એલાન ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવ્યું છે. 543 બેઠકો માટે ચૂંટણી થવાની છે. ચૂંટણી પંચ દ્વારા ચૂંટણીની તારીખોની જાહેરાત કરવામાં આવી ગઈ છે. 97 કરોડ રજિસ્ટર્ડ મતદાતાઓ છે. 1.05 લાખ મતદાન બૂથ પર મતદાન થશે. 55 લાખ ઈવીએમનો ચૂંટણી પ્રક્રિયા દરમિયાન ઉપયોગ કરાશે. 49.7 કરોડ પુરૂષ મતદાતાઓ છે જ્યારે 47.1 કરોડ સ્ત્રી મતદાતાઓ છે. દેશમાં પ્રથમવાર 85 વર્ષથી ઉપરના તમામ અને શારીરિક રીતે અસક્ષમ હોય તેવા લોકો પાસે જઈને તેમનો મત લેવાશે. સાત તબક્કામાં યોજાશે લોકસભા ચૂંટણી. 543 લોકસભા બેઠક માટે લોકસભા ચૂંટણી યોજાવાની છે. પ્રથમ તબક્કાનું મતદાન 19 એપ્રિલે થશે, બીજા તબક્કાનું મતદાન 26 એપ્રિલના રોજ થશે, ત્રીજા તબક્કાનું મતદાન 7 મેના રોજ, ચોથા તબક્કાનું મતદાન 13 મેના રોજ, પાંચમાં તબક્કાનું મતદાન 20 મેના રોજ, છઠ્ઠા તબક્કાનું મતદાન 25 મેના રોજ જ્યારે સાતમા તબક્કાનું મતદાન 1 જૂને થવાનું છે. ગુજરાતમાં ત્રીજા તબક્કામાં મતદાન થવાનું છે. સાત મેના રોજ ગુજરાતમાં ચૂંટણી યોજાવાની છે. ચોથી જૂનના રોજ ચૂંટણીનું પરિણામ આવશે.