Breaking News : આતુરતાનો આવ્યો અંત, Madhya Pradeshના CMની BJPએ કરી જાહેરાત, જાણો કોને સોંપાઈ જવાબદારી?


  • Published By :
  • Published Date : 2023-12-11 17:44:08

મધ્યપ્રદેશમાં મુખ્યમંત્રી પદ કોણ સંભાળશે તે અંગે ઘણા દિવસોથી ચાલી રહેલા સસ્પેન્સનો આજે અંત આવ્યો છે. ધારાસભ્ય દળની બેઠકમાં મોહન યાદવના નામ પર સર્વસંમતિ સધાઈ છે. મોહન યાદવ ઉજ્જૈન દક્ષિણના ધારાસભ્ય છે. મોહન યાદવ સંઘના નજીકના હોવાનું કહેવાય છે. મળતી માહિતી મુજબ શિવરાજ સિંહ ચૌહાણે ધારાસભ્ય દળની બેઠકમાં મોહન યાદવના નામનો પ્રસ્તાવ મૂક્યો હતો, જેને સ્વિકારી લેવામાં આવ્યો હતો.આ જાહેરાત સાથે તમામ અટકળોનો અંત આવી ગયો છે. હવે રાજ્યની કમાન મોહન યાદવના હાથમાં રહેશે.


MPને મળ્યા બે ડેપ્યુટી સીએમ


છત્તીસગઢની જેમ મધ્યપ્રદેશમાં પણ ભાજપે સરકાર બનાવી છે. વાસ્તવમાં, એમપીમાં પણ બે ડેપ્યુટી સીએમ હશે. આ જવાબદારી જગદીશ દેવરા અને રાજેન્દ્ર શુક્લાને સોંપવામાં આવી છે. આ સાથે ભાજપના વરિષ્ઠ નેતા નરેન્દ્ર સિંહ તોમરને વિધાનસભા અધ્યક્ષ પદની જવાબદારી સોંપવામાં આવી છે.આ મહત્વનો નિર્ણય લેતા પહેલા ભાજપ હાઈકમાન્ડે આજે નિરીક્ષકોની એક ટીમ ભોપાલ મોકલી હતી. જેમાં હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટર, આશા લાકરા અને કે લક્ષ્મણના નામ સામેલ છે.


આ નેતાઓ પણ હતા દાવેદાર


મધ્યપ્રદેશમાં મુખ્યમંત્રી પદની રેસમાં સીએમ શિવરાજ સિંહ ચૌહાણની સાથે-સાથે જ્યોતિરાદિત્ય સિંધિયા, નરેન્દ્ર સિંહ તોમર, કૈલાશ વિજયવર્ગીય, પ્રહલાદ પટેલ અને વીડી શર્માનું નામ પણ સામેલ હતું. મોહન યાદવનું નામ પણ આ રેસમાં સામેલ નહોતું. એટલું જ નહીં, ધારાસભ્ય દળની બેઠક પહેલા યોજાયેલા ફોટો સેશનમાં મોહન યાદવ પણ પાછળની હરોળમાં બેઠા હતા.


ભાજપે જીતી છે 163 બેઠકો


ઉલ્લેખનિય છે કે મધ્યપ્રદેશમાં વિધાનસભા ચૂંટણીમાં ભાજપે જંગી બહુમતી હાંસલ કરી હતી. રાજ્યમાં જ્યાં કોંગ્રેસ અને ભાજપ વચ્ચે કાટાની ટક્કર થશે તેવું માનવામાં આવી રહ્યું હતું, ત્યાં કોંગ્રેસનો સફાયો થયો હતો. મધ્યપ્રદેશમાં, ભાજપે 163 બેઠકો જીતી હતી, જ્યારે કોંગ્રેસ, કમલનાથના ચહેરા પર લડી રહી હતી, તે માત્ર 66 બેઠકો પર જ સમેટાઈ ગઈ હતી.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?