કેન્દ્ર સરકારે 18 સપ્ટેમ્બરથી 22 સપ્ટેમ્બર વચ્ચે સંસદનું વિશેષ સત્ર બોલાવ્યું છે. વિશેષ સત્ર બોલાવાતા રાજકીય વર્તુળમાં એક ચર્ચાએ જોર પકડ્યું હતું કે એક દેશ ચૂનાવને લઈ નિર્ણય આવી શકે છે. ત્યારે ન્યુઝ એજન્સી પીટીઆઈએ સૂત્રોના હવાલેથી એક માહિતી આપી છે કે એક દેશ એક ચૂંટણીને લઈ કમિટી બનાવવામાં આવી છે. કેન્દ્ર સરકારે એક દેશ એક ચૂંટણીને લઈ કમિટીની રચના કરી છે જેના અધ્યક્ષ પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને બનાવાયા છે.
#WATCH | BJP national president JP Nadda arrives at the residence of former President Ram Nath Kovind, in Delhi.
— ANI (@ANI) September 1, 2023
Centre has formed a 'One Nation, One Election' Committee under the chairmanship of former President Ram Nath Kovind. pic.twitter.com/GwwrOFa0pV
મોદી સરકાર લાવી શકે છે એક દેશ એક ચૂંટણી પર બિલ!
કેન્દ્ર સરકારે સંસદનું વિશેષ સત્ર બોલાવ્યું છે, આ સત્ર 18 થી 22 સપ્ટેમ્બર સુધી ચાલશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ સત્ર દરમિયાન સંસદની પાંચ બેઠકો યોજાશે. સૂત્રોના જણાવ્યા અનુસાર સંસદના આ વિશેષ સત્રમાં મોદી સરકાર 'એક દેશ-એક ચૂંટણી' પર બિલ લાવી શકે છે. દેશમાં લાંબા સમયથી 'વન નેશન-વન ઈલેક્શન'ની ચર્ચા ચાલી રહી છે. આ વર્ષે જાન્યુઆરીમાં કાયદા પંચે રાજકીય પક્ષોને આ અંગે છ પ્રશ્નોના જવાબ આપવા કહ્યું હતું. સરકાર તેનો અમલ કરવા માંગે છે, પરંતુ ઘણા રાજકીય પક્ષો તેની વિરુદ્ધ છે.
લો કમિશને રાજકીય પાર્ટીઓ પાસે માગ્યો હતો જવાબ
22મા કાયદા પંચે રાજકીય પક્ષો, ચૂંટણી પંચ અને ચૂંટણી પ્રક્રિયા સાથે સંકળાયેલી તમામ સંસ્થાઓના મંતવ્યો માંગતી જાહેર નોટિસ બહાર પાડી હતી. કાયદા પંચે પૂછ્યું હતું કે શું એકસાથે ચૂંટણી યોજવાથી કોઈ પણ રીતે લોકશાહી, બંધારણના મૂળભૂત માળખાનું કે દેશના સંઘીય માળખાનું ઉલ્લંઘન થાય છે? કમિશને એમ પણ પૂછ્યું હતું કે સામાન્ય ચૂંટણીમાં ત્રિશંકુ વિધાનસભા અથવા ત્રિશંકુ જનાદેશની સ્થિતિમાં જ્યારે કોઈ રાજકીય પક્ષ પાસે સરકાર બનાવવા માટે બહુમતી ન હોય, ત્યારે વડા પ્રધાન અથવા મુખ્ય પ્રધાનની નિમણૂક ચૂંટાયેલી સંસદ અથવા વિધાનસભાના સ્પીકર દ્વારા કરી શકાય છે? ત્યારે એવી માહિતી સામે આવી રહી છે આ મામલે એક કમિટીની રચના કરવામાં આવી છે અને પૂર્વરાષ્ટપતિ રામનાથ કોવિંદને આ કમિટીના અધ્યક્ષ બનાવાયા છે.