દેશના અનેક રાજ્યોમાં વરસાદે ભારે બેટિંગ કરી છે. એટલો બધો વરસાદ વરસ્યો કે ત્યાં પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થઈ ગયું છે. ત્યારે સિક્કિમમાં લ્હોનક ઝીલ ઉપર અચાનક વાદળ ફાટવાની ઘટના બની છે. વાદળ ફાટવાને કારણે તીસ્તા નદીમાં પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. આ પૂરમાં સેનાના 23 જવાનો લાપતા થઈ ગયા છે તેવા સમાચાર સામે આવી રહ્યા છે. પરિસ્થિતિને ધ્યાનમાં રાખી સુરક્ષાકર્મીઓને ત્યાં તૈનાત કરવામાં આવ્યા હતા. જવાનોને શોધવા માટે તપાસ ચાલી રહી છે. એવી પણ માહિતી સામે આવી રહી છે જે જગ્યા પર આ ઘટના બની તે જગ્યાની મુલાકાત સિક્કમના મુખ્યમંત્રીએ લીધી છે.
Due to a sudden cloud burst over Lhonak Lake in North Sikkim, a flash flood occurred in Teesta River in Lachen Valley. Some army establishments along the valley have been affected and efforts are on to confirm details. 23 personnel have been reported missing and some vehicles are… pic.twitter.com/nDUTaHiWDj
— ANI (@ANI) October 4, 2023
વાદળ ફાટવાને કારણે અનેક વખત તારાજી સર્જાય છે. ઘણા વર્ષો પહેલા ઉત્તરાખંડમાં વાદળ ફાટ્યું હતું. એ ઘટનામાં બહુ મોટું નુકસાન થયું હતું. એ પરિસ્થિતિમાંથી બહાર આવવામાં ઘણા વર્ષો વિત્યા હતા ત્યારે સિક્કિમમાં પણ વાદળ ફાટવાની ઘટના બની છે. સિક્કિમમાં કુદરતી આફત આવી છે. આભ ફાટવાને કારણે તીસ્તા નદીમાં પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. આ ઘટનામાં સેનાના 23 જેટલા જવાનો લાપતા થઈ ગયા છે. આર્મી જવાનોનો ક્યાં જતા રહ્યા તે જાણી શકાયું નથી.
સૈનાના વાહનો આવ્યા પૂરની ચપેટમાં
ઉત્તર સિક્કિમમાં લ્હોનક સરોવર પર વાદળ ફાટ્યું જેને કારણે નદીમાં ભયંકર પૂર આવ્યું. નદીમાં પૂર આવવાને કારણે ખીણમાં પાણી આવી પહોંચ્યું હતું. અને પૂરે પોતાની લપેટામાં સેનાના જવાનો આવી ગયા છે. સિંગતામ નજીક બારદાંગમાં ઊભેલા સૈન્ય વાહનો પણ પૂરની લપેટમાં આવી ગયા હતા અને તેના લીધે સૈન્યના 23 જવાનો ગુમ થઈ જતાં ખળભળાટ મચી ગયો હતો.