ગઈકાલે અમદાવાદ અને વડોદરાના પ્રાથમિક નાગરિકના નામની જાહેરાત કરવામાં આવી હતી. અમદાવાદ અને વડોદરાને નવા મેયર મળી ગયા ત્યારે સુરતને આજે નવા મેયર મળ્યા છે. સુરતના મેયર તરીકે દક્ષેશ માવાણીની વરણી કરવામાં આવી છે, જ્યારે ડેપ્યુટી મેયર તરીકે નરેન્દ્ર પાટીલની નિયુક્તિ કરવામાં આવી છે. પક્ષના નેતા તરીકે શશીબેન ત્રિપાઠીની વરણી કરવામાં આવી છે તો દંડક તરીકે ધર્મેશ વાણીયાવાલાની નિમણૂંક કરવામાં આવી છે. સુરત મહાનગરપાલિકાના 38માં મેયર દક્ષેશ માવાણી બન્યા છે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે રાજન પટેલની નિમણૂંક કરવામાં આવી છે.

