કોંગ્રેસના નેતા અને પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટે મોટી રાહત આપી છે. સુરતની કોર્ટ દ્વારા રાહુલ ગાંધીને ફટકારવામાં આવેલી સજા પર સુપ્રીમ કોર્ટે રોક લગાવી દીધી છે. સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવેલી રાહતને કારણે તે લોકસભાની ચૂંટણી પણ લડી શકશે અને તેમનું સાંસદ પદ પણ પાછુ મળી શકે છે તેવું નિષ્ણાંતોનું માનવું છે .
ગુજરાત હાઈકોર્ટમાં પકડારવામાં આવી હતી સજા
2019ના રોજ એક જનસભામાં રાહુલ ગાંધીએ મોદી સરનેમને લઈ નિવેદન આપ્યું હતું. જેમાં તેમણે કહ્યું હતું કે બધા ચોરોની અટક મોદી કેમ હોય છે? આ બાદ મોદી સરનેમને લઈ રાહુલ ગાંધી વિરૂદ્ધ ગુજરાતના પૂર્વમંત્રી પૂર્ણેશ મોદીએ માનહાનીનો કેસ દાખલ કર્યો હતો. 23 માર્ચના રોજ ગુજરાતની સેશન્સ કોર્ટમાં આ મામલે સુનાવણી હાથ ધરવામાં આવી હતી અને તેમાં રાહુલ ગાંધીને બે વર્ષની સજા ફટકારવામાં આવી હતી. જેને કારણે તેમનું સાંસદ પદ પણ રદ્દ કરવામાં આવ્યું હતું. તે બાદ સેશન્સ કોર્ટ દ્વારા આપવામાં આવેલી સજાને હાઈકોર્ટમાં પડકારવામાં આવી હતી. સાત જુલાઈના રોજ ગુજરાત હાઈકોર્ટે સેશન્સ કોર્ટના ચૂકાદાને માન્ય રાખ્યો હતો. અને બે વર્ષની સજાને યથાવત રાખી હતી.સુપ્રીમ કોર્ટે પૂર્ણેશ મોદીના વકીલને પૂછ્યા હતા અનેક સવાલ!
સુપ્રીમ કોર્ટમાં રાહુલ ગાંધીનો કેસ અભિષેક મનુ સિંઘવી લડી રહ્યા હતા જ્યારે પૂર્ણેશ મોદીનો કેસ મહેશ જેઠમલાણી લડી રહ્યા હતા. સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે પૂછ્યું હતું કે આ કેસમાં મહત્તમ સજા શા માટે? તેમને (રાહુલ ગાંધી)ને ઓછી સજા આપી શકાઈ હોત પરંતુ શા માટે મહત્તમ સજા ફટકારવામાં આવી? રાહુલ ગાંધીના વકીલે કહ્યું કે માનહાનિનો કેસ દાખલ કરનાર પૂર્ણેશ મોદીની અસલ સરનેમ મોદી નથી, પરંતુ તેમણે બાદમાં પોતાની અટક મોદી કરાવી છે.
v#WATCH | Delhi: Celebration at the AICC Office after Supreme Court stays the conviction of Congress leader Rahul Gandhi in 'Modi Surname' defamation case pic.twitter.com/HJuvsLkIb2
— ANI (@ANI) August 4, 2023