Breaking News : Supreme Courtએ ચૂંટણી બોન્ડ પર લગાવ્યો પ્રતિબંધ...


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-02-15 13:05:43

સુપ્રીમ કોર્ટમાં આજે ચૂંટણી બોન્ડ કેસને લઈ સૂનાવણી હાથ ધરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે પોતાનો નિર્ણય સંભળાવતા ચૂંટણી બોન્ડ પર પ્રતિબંધ મૂકી દીધો છે. કોર્ટે કહ્યું કે બોન્ડની ગુપ્તતા જાળવી રાખવી એ ગેરબંધારણીય છે. લોકસભાની ચૂંટણી પહેલા સુપ્રીમ કોર્ટે ચૂંટણી બોન્ડને લઈ મહત્વ પૂર્ણ ચૂકાદો સંભળાવ્યો છે.  દેશની સર્વોચ્ચ ન્યાયાલયે ચૂંટણી બોન્ડ સ્કીમને ગેરકાયદેસર જાહેર કરી તેના પર પ્રતિબંધ મૂક્યો છે. 6 માર્ચ સુધીમાં પાર્ટીઓએ આ અંગેની જાણકારી આપવી પડશે તેવો આદેશ સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવ્યો છે.

       

વર્ષ 2017ના બજેટમાં રજૂ કરવામાં આવી હતી આ સ્કીમ!

ચૂંટણી બોન્ડ અંગેની સુનાવણી પાંચ જજોની બેન્ચ દ્વારા હાથ ધરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે ચૂંટણી બોન્ડની આલોચના કરતા કહ્યું હતું કે રાજકીય પાર્ટીને મળી રહેલા ફંડિંગ વિશે જાણકારી મળવી અનિવાર્ય છે. જો ચૂંટણી બોન્ડ સ્કીમની વાત કરીએ તો સરકાર દ્વારા આ યોજના 2017માં લાવવામાં આવી હતી જ્યારે કેન્દ્રીય નાણામંત્રી અરૂણ જેટલી હતા. 2018માં કેન્દ્ર સરકાર દ્વારા આને નોટિફાય કરવામાં આવ્યું. આ યોજના અંતર્ગત કોઈ પણ ભારતીય નાગરિક અથવા તો કંપની ચૂંટણી બોન્ડને ખરીદી શકે છે. 


શું હોય છે ચૂંટણી બોન્ડ?   

જો તમે ચૂંટણી બોન્ડને ખરીદવા માગો છો તો તમારે  એસબીઆઈ બેન્કની સિલેક્ટેડ બ્રાન્ચમાં જવું પડે.જે બોન્ડને ખરીદે છે તે આ બોન્ડને પોતાની ફેવરિટ રાજકીય પાર્ટીને ડોનેટ કરી શકે છે. જે પાર્ટીને આ બોન્ડ આપવો હોય તે પાર્ટી આના માટે એલિજિબલ હોવી જોઈએ. આ કેસને લઈ પહેલી વખત સુનાવણી પહેલી નવેમ્બર 2023માં થઈ હતી. કોર્ટે આ કેસનો ચૂકાદો બીજી નવેમ્બરે સુરક્ષિત કરી દેવામાં આવ્યો હતો. આ કેસની સુનાવણી સી.જે.આઈ સહિત પાંચ જજોની બેન્ચે કરી હતી. જજની બેન્ચમાં સીજેઆઈ હતા, જસ્ટિસ સંજીવ ખન્ના, જસ્ટિસ બી.આર. ગવઈ, જસ્ટિસ જે.ખી. પારડીવાલા તેમજ જસ્ટિસ સંજય મનોજ મિશ્રાનો સમાવેશ થાય છે. 


શું કહ્યું બંધારણીય બેન્ચે? 

ચૂકાદો આપતા પાંચ જજોની બેન્ચે જણાવ્યું કે બંધારણીય બેંચે કહ્યું કે દેશના નાગરિકોને એ જાણવાનો અધિકાર છે કે સરકારના પૈસા ક્યાંથી આવે છે અને ક્યાં જાય છે. વધુમાં બેન્ચે કહ્યું કે કોર્ટ માને છે કે અનામી ચૂંટણી બોન્ડ માહિતી અધિકાર (RTI) અને કલમ 19(1)(A)નું ઉલ્લંઘન છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે એસબીઆઈને 12 એપ્રિલ 2019થી લઈ હજી સુધીની જાણકારી આપવી પડશે. ચૂંટણી પંચને આ અંગેની જાણકારી આપવી પડશે અને તે બાદ ચૂંટણી પંચ દ્વારા આ માહિતી જાહેર કરવામાં આવી છે.      



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?