Breaking News : કેનેડામાં પંજાબી ગેંગસ્ટરની કરાઈ હત્યા! સુખા દુન્નાકને મરાઈ 15 ગોળીઓ, જાણો વિગત


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-09-21 11:19:36

હરદીપ નિજ્જરની હત્યાને લઈ કેનેડાના વડાપ્રધાન દ્વારા આપવામાં આવેલા નિવેદન બાદ બંને દેશો એટલે કે ભારત અને કેનેડાના સંબંધોમાં તિરાડ આવી ગઈ છે. બંને દેશો દ્વારા ત્વરીત કાર્યવાહી પણ કરવામાં આવી. ત્યારે આજે કેનેડામાં એ-કેટેગરીના ગેંગસ્ટર સુખદુલ સિંહ ગિલ ઉર્ફે સુખા દુન્નાકેની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી છે. 2017માં નકલી પાસપોર્ટ બનાવી તે પંજાબથી કેનેડા ભાગી ગયો હતો. પ્રાથમિક માહિતી અનુસાર સુખા દુન્નાકેને ગોળી કેનેડાના વિનીપેગમાં મારવામાં આવી છે. 15 ગોળી મારી તેની હત્યા કરવામાં આવી છે.


એનઆઈએના લિસ્ટમાં સામેલ હતું સુખવિંદર સિંહનું નામ 

ભારત અને કેનેડાના સંબંધોમાં તિરાડ આવી છે. કેનેડાના પીએમે સંભાવના વ્યક્ત કરતા સંસદમાં કહ્યું હતું કે હરદીપ નિજ્જરની હત્યામાં ભારતનો હાથ છે. આ નિવેદન બાદ ભારત અને કેનેડાના સંબંધો બગડ્યા હતા. કેનેડામાં રહેતા ભારતીયો માટે ભારતના પ્રશાસન દ્વારા એડવાઈઝરી બહાર પાડવામાં આવી હતી. ત્યારે આજે કેનેડામાં ગેંગસ્ટર સુખવિંદર સિંહ ઉર્ફે સુખા દુન્નાકેની હત્યા ગોળી મારીને કરી દેવામાં આવી છે. મહત્વનું છે કે એનઆઈએ દ્વારા તૈયાર કરવામાં આવેલા ગેંગસ્ટર તેમજ આતંકવાદીઓની લિસ્ટમાં તેનું નામ પણ હતું. આ લિસ્ટમાં 41 જેટલા આતંકવાદીઓના નામનો સમાવેશ થાય છે. કેનેડામાં ખાલિસ્તાની નિજ્જરની હત્યા બાદ આ બીજી મોટી ઘટના બની છે. 


15 ગોળી મારી કરાઈ આતંકવાદીની હત્યા!

જે આતંકવાદીની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી તે એ કેટેગરીનો આતંકી છે. 2017માં પંજાબથી તે નકલી પાસપોર્ટ બનાવી કેનેડા ભાગી ગયો હતો. કેનેડાની પીનીપેગ સિટીમાં તેની હત્યા કરવામાં આવી છે. મીડિયા રિપોર્ટ અનુસાર તેને 15 ગોળીઓ મારવામાં આવી હતી. 

 


સ્ટોરી અપડેટ થઈ રહી છે... 



અમદાવાદના આંબલી બોપલ રોડ પર આજે સવારના સમયે ઓડી કાર લઈને એક નબીરો નીકળે છે અને અનેક વાહનોને અડફેટમાં લે છે... ત્યાં હાજર લોકોના જણાવ્યા અનુસાર કાર ચાલક ફૂલ પીધેલી હાલતમાં હતો અને અંદર બેસીને સિગરેટ પિતો હતો

વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.