Breaking News : વધુ એક Congressના ધારાસભ્યની પડી વિકેટ, માણાવદરના ધારાસભ્ય અરવિંદ લાડાણીએ આપ્યું રાજીનામું


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-03-06 18:05:14

રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા આવતી કાલે ગુજરાતમાં પ્રવેશવાની છે તે પહેલા કોંગ્રેસને વધુ એક મોટો ફટકો પડ્યો છે. માણાવદરના ધારાસભ્ય અરવિંદ લાડાણીએ પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દીધું છે. રાજીનામું આપવા માટે ધારાસભ્ય વિધાનસભા અધ્યક્ષના ઘરે પહોંચ્યા હતા અને ત્યાં રાજીનામું આપ્યું છે તેવી માહિતી સામે આવી છે. એક તરફ લોકસભા ચૂંટણીને લઈ તૈયારીઓ કોંગ્રેસને કરવાની હોય પરંતુ કોંગ્રેસે પોતાના સંગઠન પર ધ્યાન રાખવું જોઈએ તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. એક બાદ એક કોંગ્રેસના ધારાસભ્ય, નેતાઓ પક્ષને રામ રામ કરી રહ્યા છે અને ભાજપનો ખેસ ધારણ કરી રહ્યા છે.

ભાજપમાં ગમે ત્યારે ધારાસભ્ય જોડાઈ શકે છે!

કોંગ્રેસનું સંગઠન દિન પ્રતિદિન નબળું પડી રહ્યું છે. એક બાદ એક નેતાઓ, ધારાસભ્યો પોતાના પદ ઉપરથી રાજીનામું આપી રહ્યા છે અને ભાજપમાં જોડાઈ રહ્યા છે. ગઈકાલે કોંગ્રેસના ધારાસભ્ય અને દિગ્ગજ નેતા અર્જુન મોઢવાડિયાએ રાજીનામું આપી દીધું હતું અને ભાજપમાં જોડાઈ ગયા હતા ત્યારે આજે કોંગ્રેસને ફરી એક વખત મોટો ઝટકો પડ્યો છે. માણાવદરના ધારાસભ્ય તરીકે અરવિંદ લાડાણીએ પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દીધું છે. તે સિવાય કોંગ્રેસને વધુ એક ફટકો પડ્યો છે જ્યારે કનુભાઈ કલસરિયાએ પણ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે. ગમે ત્યારે તેઓ ભાજપમાં જોડાઈ શકે છે તેવી માહિતી સામે આવી છે. ભાજપમાં ફરીથી ભરતી મેળો શરૂ થયો છે અને આ વખતે ભરતી મેળામાં અરવિંદ લાડાણી, કનુભાઈ કલસારિયા ભાજપમાં જોડાઈ શકે છે. હવે તે ક્ષણની રાહ જોવાની રહી જ્યારે તે કેસરિયો ધારણ કરશે..  



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?