Breaking News : Rajkotના નવા મેયર તરીકે કરાઈ આમની નિમણૂંક, જાણો કોણ બન્યા રાજકોટ શહેરના પ્રથમ નાગરિક?


  • Published By :
  • Published Date : 2023-09-12 11:37:19

સુરત ઉપરાંત રાજકોટને પણ નવા પ્રથમ નાગરિક મળ્યા છે. રાજકોટમાં નવા મેયર તરીકે નયના પેઢડિયાની વરણી કરવામાં આવી છે. આ સાથે જ નરેન્દ્રસિંહ જાડેજાને ડેપ્યુટી મેયર તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે જયમિન ઠાકરનું નામ જાહેર કરવામાં આવ્યું છે. મહત્વનું છે કે ગઈકાલે અમદાવાદ અને વડોદરાને નવા મેયર મળ્યા હતા ત્યારે આજે સુરત અને રાજકોટને નવા મેયર મળ્યા છે. મહત્વનું છે કે રાજકોટમાં નવા મેયરની વરણી થાય તે પહેલા પ્રદીપ ડવ તમામ કોર્પોરેટરને મળ્યા હતા. બધા સાથે તેમણે મુલાકાત કરી હતી. 

rajkot-news-nayanaben-pedhadiya-becomes-new-mayor-and-narendra-singh-jadeja-as-deputy-mayor-of-rajkot-city-193585

RMCની સુકાન મહિલા સંભાળશે 

ગઈકાલે અમદાવાદને તેમજ વડોદરા શહેરને નવા મેયર મળ્યા હતા. ત્યારે આજે સુરત અને રાજકોટમાં નવા મેયરની નિમણૂંક કરવામાં આવી છે. અમદાવાદ અને વડોદરામાં મેયર તરીકે મહિલાની પસંદગી કરવામાં આવી હતી ત્યારે રાજકોટમાં પણ મહિલા મેયરની નિયુક્તિ કરવામાં આવી છે. સુરતને પણ આજે નવા મેયર મળ્યા છે.

પૂર્વ મેયર ડો.પ્રદીપ ડવે નવા મેયરને શુભેચ્છા આપી.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.