Breaking News : Loksabhaની તારીખો અંગે આવતી કાલે થશે એલાન, Election Commission આટલા વાગે કરશે પ્રેસ કોન્ફરન્સ


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-03-15 13:10:57

છેલ્લા ઘણા સમયથી લોકસભા ચૂંટણીની તારીખોની રાહ જોવાઈ રહી હતી ત્યારે એવી માહિતી સામે આવી છે કે આવતી કાલે ચૂંટણી પંચ ચૂંટણીની તારીખ જાહેર કરવાની છે. લોકસભા ચૂંટણીની તારીખ આવતી કાલે જાહેર કરવામાં આવશે. અને સાથે સાથે અનેક રાજ્યોમાં યોજાનારી વિધાનસભા ચૂંટણી માટે પણ તારીખ જાહેર થઈ શકે છે. ચૂંટણી પંચ દ્વારા એવી માહિતી આપવામાં આવી છે કે લોકસભા ચૂંટણીની તારીખ આવતી કાલે 3 વાગે પ્રેસ કોન્ફરન્સ કરી આપવામાં આવશે. ગુજરાતમાંં એક જ તબક્કામાં મતદાન યોજાય તેવી સંભાવનાઓ છે.  

આવતી કાલે થશે ચૂંટણીની તારીખોનું એલાન

લોકસભા ચૂંટણીને લઈ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. આવતી કાલે ચૂંટણી પંચ દ્વારા ચૂંટણીની તારીખોનું એલાન કરવામાં આવશે અને તે બાદ આચાર સંહિતા લાગુ થઈ જશે. આવતી કાલે બપોરે 3 વાગે ચૂંટણી પંચ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવશે અને તારીખોની જાહેરાત કરવામાં આવશે. આવતી કાલે લોકસભા ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થશે. લોકસભા ચૂંટણી અનેક તબક્કાવાર જાહેર કરવામાં આવશે. એવું માનવામાં આવી રહ્યું છે કે 7કે 8 તબક્કામાં આ ચૂંટણીનું આયોજન કરવામાં આવી શકે છે. ચૂંટણીને લઈ તમામ તૈયારીઓ કરી દીધી છે. આજે આને લઈ બેઠકનું પણ આયોજન ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવ્યું હતું.    



વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...