લોકસભા ચૂંટણીને લઈ રાજકીય પાર્ટી દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી ગઈ છે. 26 બેઠકો માટે ભાજપે સેન્સ પ્રક્રિયા હાથ ધરી હતી. ઉમેદવારોના નામ અંગે ચર્ચાઓ તેજ બની છે. પાર્લામેન્ટરી બેઠકમાં ઉમેદવારોના નામની ચર્ચા થશે. ભાજપ માટે એવું માનવામાં આવે છે કે નવા ચહેરાને ઉમેદવારી કરવાની તક આપે છે. જૂના ઉમેદવારોને રિપીટ નથી કરવામાં આવતા સામાન્ય રીતે. કોને ઉમેદવાર બનાવવામાં આવશે, કોના નામની જાહેરાત કરવામાં આવશે તેનું અનુમાન લગાવું કદાચ અશક્ય છે. ગુજરાતની 26 બેઠકોમાંથી એક બેઠક પર ઉમેદવાર ફાઈનલ છે તેવું માનવામાં આવી રહ્યું છે બાકીની 25 બેઠકો માટે મનોમંથન પાર્ટી દ્વારા કરવામાં આવી રહ્યું છે. આ બધા વચ્ચે એવી વાત સામે આવી છે કે વર્તમાન ધારાસભ્યોને ટિકીટ નહીં આપવામાં આવે. જે ધારાસભ્યો છે તેમના નામ પર બીજેપીના હાઈકમાન્ડે કાતર ફેરવી શકે છે તેવી માહિતી સામે છે.
ગાંધીનગર સિવાયની બેઠકો માટે થવાની છે ચર્ચા!
દેશમાં ગમે ત્યારે ચૂંટણી જાહેર થઈ શકે છે. ચૂંટણીની તારીખો માટેની રાહ જોવાઈ રહી છે. રાજકીય પાર્ટી ઉમેદવારોના નામ અંગે ચર્ચા વિચારણા કરી રહી છે. કોઈ પણ ચૂંટણી કેમ ના હોય ભાજપ સમજી વિચારીને બધી ગણતરી કરીને ઉમેદવારના નામની ઘોષણા કરે છે.ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી. પાર્લામેન્ટરી બેઠક મળવાની છે અને ઉમેદવારોના નામ અંગેની ચર્ચા થઈ રહી છે. એવી માહિતી મળી રહી છે કે ગાંધીનગર બેઠક માટે ઉમેદવાર ફાઈનલ થઈ ગયા છે અને તે છે અમિત શાહ. બાકીની તમામ બેઠકો માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર અનેક બેઠકો માટે અનેક નામોની ચર્ચા થઈ રહી છે.
ઉમેદવારના રેસમાં કોના નામ આગળ ચાલી રહ્યા છે?
સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર ભાવનગર તેમજ અમરેલી બેઠક માટે મનસુખ માંડવિયાના નામની ચર્ચા થઈ રહી છે. ભારતીબેન શિયાળ અને નારણ કાછડીયાને તક નહીં આપવામાં આવે તો મનસુખ માંડવિયાનું નામ ફાઈનલ માનવામાં આવી રહ્યું છે. મનસુખ માંડવિયા ઉમેદવાર બની શકે છે, મહત્વનું છે કે રાજ્યસભા સાંસદ તરીકે તેમની ટર્મ પૂરી થઈ ગઈ અને તેમને રિપીટ પણ નથી કરવામાં આવ્યા તો લાગતું હતું કે તેમને લોકસભાના ઉમેદવાર બનાવાઈ શકાય છે. તે ઉપરાંત મહેસાણા બેઠક પર નીતિન પટેલ તેમજ રજની પટેલના નામની ચર્ચાઓએ જોર પકડ્યું છે.
ભરૂચ લોકસભા બેઠક માટે મનસુખ વસાવા પ્રબળ દાવેદાર!
એક તરફ એવું માનવામાં આવી રહ્યું હતું કે ભરૂચ લોકસભા બેઠક માટે નવો ચહેરો ઉતારી શકે છે પરંતુ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર ભરૂચ લોકસભા બેઠક માટે મનસુખ વસાવા પ્રબળ દાવેદાર છે. ઉમેદવારોના નામ પર દિલ્હીમાં ચર્ચાઓ થઈ રહી છે. 26માંથી 25 બેઠકોના ઉમેદવારોના નામને લઈ દિલ્હીમાં ચર્ચા થશે. આ બેઠકમાં પીએમ મોદી, કેન્દ્રીય મંત્રી અમિત શાહ છે જ્યારે ગુજરાતથી પણ મુખ્યમંત્રી, સી.આર.પાટીલ દિલ્હીમાં છે તેવી માહિતી સામે આવી છે.