મહારાષ્ટ્રના પાલઘર નજીક જયપુર-મુંબઈ વચ્ચે ચાલતી પેસેન્જર ટ્રેનમાં અંધાધૂધ ફાયરિંગ થયા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. મળતી માહિતી અનુસાર આ ફાયરિંગમાં ચાર જેટલા લોકોના મોત થઈ ગયા છે. આ ફાયરિંગ આરપીએફ જવાન દ્વારા કરવામાં આવ્યું છે અને મૃતકોમાં આરપીએફ ASI જવાન તેમજ 3 યાત્રિકો સામેલ છે. ફાયરિંગ કરી આરપીએફ જવાન ચાલુ ટ્રેનમાંથી નીચે ઉતરી ગયો. મળતી માહિતી અનુસાર જવાનને કસ્ટડિમાં લઈ લેવાયો છે. કયા કારણોસર આ અંધાધૂધ ફાયરિંગ કરવામાં આવ્યું જેનું કારણ હાલ સામે નથી આવ્યું.
રેલવે પ્રોટેક્શન ફોર્સના જવાન દ્વારા કરવામાં આવ્યું ફાયરિંગ
અંધાધૂધ ફાયરિંગ થવાની ઘટના મુખ્યત્વે આપણે વિદેશમાં બનતી હોવાનું સાંભળીએ છીએ. ત્યાંથી આ પ્રકારના સમાચાર અવારનવાર સામે આવતા રહે છે. પરંતુ આ વખતે ભારતમાં ફાયરિંગ થયું હોય તેવી માહિતી સામે આવી છે. આ ફાયરિંગ ટ્રેનમાં કરવામાં આવ્યું છે અને કોઈ સામાન્ય માણસે નહીં પરંતુ રેલવે પોલીસ ફોર્સ એટલે કે આરપીએફ જવાન દ્વારા કરવામાં આવ્યું છે. આરપીએફ જવાને પોતાના જ સિનિયર પર ગોળીબારી કરી છે અને તેમાં તેમનું મૃત્યુ થયું છે સાથે અન્ચ ત્રણ મુસાાફરોના પણ મોત અંધાધૂધ ફાયરિંગમાં થયા છે. મળતી માહિતી અનુસાર ટ્રેનના બી-5 કોચમાં સવારે લગભગ સાડા પાંચ વાગ્યાની આસપાસ આ ઘટના બની છે. જે આરપીએફ જવાન દ્વારા આ હુમલો કરવામાં આવ્યો છે તેમનું નામ ચેતન છે. ગોળીબારી કરનાર આરપીએફ જવાનને કસ્ટડીમાં લઈ લેવામાં આવ્યો છે. આ ટ્રેન ગુજરાતથી મુંબઈ તરફ જઈ રહી હતી.