Breaking News : Haryanaના મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરે આપી દીધું રાજીનામુંં, નાયબ સિંહ સૈની બન્યા હરિયાણાના નવા મુખ્યમંત્રી...


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-03-12 14:22:01

લોકસભા ચૂંટણી પહેલા હરિયાણામાં રાજકીય ભૂકંપ આવ્યો છે. ભારતીય જનતા પાર્ટી અને જનનાયક પાર્ટી વચ્ચે થયેલું ગઠબંધન તૂટી ગયું છે અને તેને કારણે મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરે પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દીધું છે. ધારાસભ્ય દળની બેઠક મળી હતી અને તે બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. આખી કેબિનેટે રાજીનામું રાજ્યપાલને આપી દીધું છે. ગઠબંધન તૂટવા પાછળનું કારણ જો ગણીએ તો સૂત્રોએ જણાવ્યું કે દુષ્યંત ચૌટાલાની પાર્ટી લોકસભા ચૂંટણીમાં 2 સીટોની માંગ કરી રહી હતી. ભાજપ નેતૃત્વ એક બેઠકની ઓફર સ્વીકારવા તૈયાર હતું. પરંતુ દુષ્યંત 2 સીટો પર અડગ હતો. જ્યારે ભાજપનું રાજ્ય નેતૃત્વ 10 બેઠકો પર ચૂંટણી લડવા માંગે છે, કારણ કે તેની પાસે તમામ બેઠકો પર સાંસદો છે. આવી સ્થિતિમાં બંને પક્ષોનું ગઠબંધન તૂટી ગયું છે. અને હરિયાણાને નવા મુખ્યમંત્રી મળ્યા છે. નાયબ સિંહ સૈની બન્યા હરિયાણાના નવા મુખ્યમંત્રી બન્યા છે. 

મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરે આપી દીધું પોતાના પદ ઉપરથી રાજીનામું

હરિયાણામાં બહુ મોટો રાજકીય ભૂકંપ આવ્યો છે. એક તરફ લોકસભાને લઈ રાજકીય પાર્ટીઓ તૈયારી કરી રહી છે. અનેક રાજ્યોમાં ગઠબંધન થકી સરકાર બનાવવામાં આવી હતી પરંતુ જ્યારે કોઈ વખત મતભેદ થાય તે બાદ ગઠબંધનમાં દરાર આવી જતી હોય છે. ત્યારે હરિયાણામાં ભાજપ અને જનનાયક પાર્ટી વચ્ચે થયેલું ગઠબંધન તૂટી ગયું છે અને જેને કારણે હરિયાણાના મુખ્યમંત્રી મનોહર ખટ્ટરે રાજીનામું આપી દીધું છે રાજ્યપાલને. આખી કેબિનેટે રાજીનામું આપી દીધું છે.   


રાજીનામું આપતા પહેલા થઈ હતી બેઠક!

હરિયાણાના મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરે રાજીનામુ આપી દીધું છે , હરિયાણામાં મોટી રાજકીય ઉથલપાથલ બહાર આવી છે . આપને જણાવી દઈએ કે આ રાજ્યમાં કુલ ૯૦ વિધાનસભાની સીટો છે અને ૨૦૧૯ વિધાનસભાની ચૂંટણીઓમાં હરિયાણામાં ત્રિશંકુ પરિણામો આવ્યા હતા જેમાં BJP ને ૪૦ , કોંગ્રેસ ને ૩૧ અને જનનાયક જનતા પાર્ટી કે જે દુષ્યંત ચૌટાલાની છે તેને ૧૦ સીટો મળી હતી આ પછી BJP અને JJP એ મળી સરકાર બનાવી હતી. આપને જણાવી દઈએ કે રાજીનામુ આપતા પેહલા  BJP એ અને JJP એ તેમના પોતપોતાના MLAની  અલગ અલગ મિટિંગ રાખી હતી . અંદરના સૂત્રોથી  માહિતી મળી રહી છે તે મુજબ ખટ્ટર સરકાર JJPના MLA વગરજ કેબિનેટ reshuffle કરવા માંગતા હતા , અને આની માટે BJP કેટલાક અપક્ષ MLAનો સહારો લેવાની હતી . 


શા માટે હરિયાણામાં થઈ રાજકીય ખેંચતાણ? 

હવે આવનારા દિવસોમાં લોકસભાના elections જાહેર થયી શકે છે , ત્યારે BJP અને JJP વચ્ચે સેટ શરીંગ પર વાતચીત અટકી ગયી હતી કારણકે હરિયાણાની કુલ ૧૦ લોકસભાની બેઠકો પૈકી JJP ૨ સીટો માંગી રહી હતી . આ બે સીટો છે હિસાર અને ભિવાની-મહેન્દ્રગઢ લોકસભા બેઠકો . પણ BJPનું પ્રાંતીય સંગઠન બધીજ ૧૦ બેઠકો પર લડવા માંગતું હતું. હાલમાં હરિયાણા સરકારમાં JJP ના ત્રણ મંત્રીઓ હતા , જે છે દુષ્યંત ચૌટાલા , અનુપ DHANAK , દેવેન્દ્રસિંહ બબલી. JJPના સ્થાપક અને ડેપ્યુટી CM દુષ્યંત ચૌટાલા સોમવારે BJP અઘ્યક્ષ JP નડ્ડાને  મળ્યા હતા , ત્યાં તેમને ચોખ્ખો MSG આપી દેવાયો હતો કે , BJP એક પણ બેઠક JJPને આગામી લોકસભા લડવા નહીં આપે . આના થોડાક કલાકો પછી દુષ્યંત ચૌટાલા એ PM મોદી સાથે એક મંચ પર હાજરી આપી હતી . પરંતુ આજે મંગળવારની સવારની અમિત શાહ સાથેની મિટિંગ તેમની નહોતી થયી શકી . હવે આવતી કાલે હિસારમાં JJP એ મિટિંગ રાખી છે ત્યાં તેઓ શક્તિ પ્રદર્શન કરશે અને પોતાના લોકસભાના ઉમેદવારોની પેનલ પણ તૈયાર કરી દીધી છે . આ પેહલી વખત નથી કે BJP અને JJP નું ગઠબંધન તણાવમાં આવ્યું છે ૨૦૨૦ માં કિસાન આંદોલન વખતે આ હરિયાણા સરકાર મુશ્કેલી માં આવી ગયી હતી , આમ તો હરિયાણા વિધાનસભાના એલેકશન્સ તરતજ લોકસભા પત્યા પછી ઓક્ટોબરમાં આવશે જોકે  હરિયાણામાં શું થશે એતો ભવિષ્યના ગર્ભમા છે .



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?