Breaking News : Andhrapradeshના પૂર્વ મુખ્યમંત્રી Chandrababu Naiduની થઈ ધરપકડ, જાણો શું છે સમગ્ર મામલો?


  • Published By :
  • Published Date : 2023-09-09 12:33:49

આંધ્રપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુની ધરપકડ શનિવાર સવારે સીઆઈડી દ્વારા કરવામાં આવી છે. સ્કિલ ડેવલપમેન્ટ કૌભાંડ કેસમાં પૂર્વ સીએમની ધરપકડ કરવામાં આવી છે. બિનજામીનપાત્ર વોરંટ ઈસ્યુ કરી ક્રિમિનલ ઈન્વેસ્ટિગેશન ડિપાર્ટમેન્ટ એટલે કે સીઆઈડી દ્વારા તેમની ધરપકડ શનિવાર સવારે કરવામાં આવી છે. તેમને કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવશે.  

250 કરોડના કૌભાંડ કેસમાં કરાઈ કાર્યવાહી!

અનેક વખત આપણે ભ્રષ્ટાચાર થયા હોવાના કિસ્સાઓ સાંભળતા હોઈએ છીએ. અનેક વખત ભ્રષ્ટાચારીઓમાં અનેક મોટી હસ્તીઓના નામનો સમાવેશ થતો હોય છે. ત્યારે આંધ્ર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુની  ધરપકડ સીઆઈડી દ્વારા કરવામાં આવી છે. સ્કિલ ડેવલપમેન્ટ કૌભાંડ કેસમાં ભ્રષ્ટચારના આરોપો અંતર્ગત તેમની ધરપકડ કરાઈ છે. 2021માં ચંદ્રબાબુ નાયડુ વિરૂદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. સાથે સાથે આંધ્ર પ્રદેશ પોલીસે પૂર્વ સીએમના પુત્રને પણ હિરાસતમાં લીધા છે. આંધ્ર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી પર સ્કિલ ડેવલપમેંટ કૌભાંડના 250 કરોડની ગડબડી કર્યા હોવાનો આરોપ છે. આ કેસના મુખ્ય આરોપી તેમને ગણાવવામાં આવ્યા છે. TDP અધ્યક્ષની ધરપકડ થતાં જ કાર્યકર્તાઓએ રસ્તા પર ઉતરી વિરોધ પ્રદર્શન કરી દીધું હતું. 

કયા કૌભાંડને લઈ કરાઈ પૂર્વ સીએમની ધરપકડ?
 

સ્કિલ ડેવલપમેન્ટ  કૌભાંડ અંતર્ગત પૂર્વ સીએમ વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. તે યોજનાની વાત કરીએ તો યુવાનોમાં સ્કીલ જાગૃત કરવા માટે સરકારે યોજના શરૂ કરી હતી. યોજના અંતર્ગત હૈદરાબાદ અને તેની આસપાસ રહેતા વિસ્તારોમાં સ્થિત ઔદ્યૌગિક કંપનીમાં કામ કરવા માટે યુવાનોને પ્રશિક્ષણ આપવામાં આવ્યું હતું. આ યોજનાની જવાબદારી એક કંપનીને સોંપવામાં આવી હતી. યોજના હેઠળ, છ ક્લસ્ટર બનાવવામાં આવ્યા હતા અને તેના પર કુલ 3300 કરોડ રૂપિયા ખર્ચવાના હતા. જેમાં દરેક ક્લસ્ટર પાછળ 560 કરોડ રૂપિયા ખર્ચવાના હતા. 


કેબિનેટને તત્કાલીન ચંદ્રાબાબુ નાયડુ સરકારે માહિતી આપી હતી કે આ યોજના હેઠળ રાજ્ય સરકાર કુલ ખર્ચના 10 ટકા ખર્ચ કરશે એટલે કે 370 કરોડ રૂપિયા ખર્ચશે. જ્યારે બાકીનો ખર્ચો એટલે કે 90 ટકા ખર્ચ કૌશલ્ય વિકાસ તાલીમ કંપની સિમેન્સ દ્વારા કરવામાં આવશે. એવો આરોપ છે કે ચંદ્રબાબુ નાયડુ સરકારે યોજના હેઠળ ખર્ચ કરવા માટેના 371 કરોડ રૂપિયા શેલ કંપનીઓને ટ્રાન્સફર કર્યા હતા. પૂર્વ સીએમ પર એવો પણ આરોપ છે કે શેલ કંપનીઓમાં પૈસા ટ્રાન્સફર કરવા સંબંધિત દસ્તાવેજો પણ નષ્ટ કરવામાં આવ્યા હતા.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.