વિશ્વના અનેક દેશોમાં ભારે ભૂકંપને કારણે તબાહી સર્જાતી હોય છે. ત્યારે મોરક્કોમાં શુક્રવાર મોડી રાત્રે એટલી તીવ્રતાનો ભૂકંપ આવ્યો કે 290થી વધારે લોકોના મોત થઈ ગયા. શુક્રવાર મોડી રાત્રે મોરક્કોમાં 6.8ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે. મોરક્કોના ગૃહમંત્રાલય દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર આ તીવ્ર ભૂકંપને કારણે લગભગ 296 લોકોના મોત થઈ ગયા છે જ્યારે 153 ઘાયલ થયા છે.
6.8 તીવ્રતાનો ભૂકંપ આવતા મચી તબાહી
શુક્રવાર મોડી રાત્રે આફ્રિકન દેશ મોરોક્કોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા.રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 6.8 નોંધાઈ હતી. હજી સુધી મરનારની સંખ્યા 296 આસપાસ પહોંચી છે પરંતુ આગામી સમયમાં આ મોતનો આંકડો વધવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે. આ ભૂકંપના કેન્દ્રબિંદુની વાત કરીએ તો, અમેરિકાના જિયોલોજિકલ સર્વેએ જે માહિતી આપી છે તે મુજબ ભૂકંપનું કેન્દ્ર બિંદુ મરક્કેશ શહેરથી 71 કિમી દૂર હતું.
ભારત મોરક્કોને સંભવિત તમામ મદદ કરશે - પીએમ મોદી
સ્થાનિય સમયાનુસાર ભૂકંપના આંચકા 11.11 વાગ્યે મહેસૂસ કરાયા હતા. આટલી તીવ્રતાથી ભૂકંપ આવવાથી અનેક બિલ્ડિંગો ધરાશાયી થઈ ગઈ હતી. પત્તાની જેમ ઈમારતો પડવા લાગી. અનેક લોકોના મોત તો હજી સુધી થઈ ગયા છે જ્યારે હજૂ પણ આ મોતનો આંકડો વધી શકે છે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. ભૂકંપ સંબંધિત વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. એવું માનવામાં આવી રહ્યું છે આટલી તીવ્રતાનો ભૂકંપ 100થી વધારે વર્ષો બાદ નોંધાયો છે. આ ભૂકંપને લઈ ભારતના વડાપ્રધાન મોદીએ ટ્વિટ કર્યું છે.