વેરાવળના ડો. અતુલ ચગનો મામલો ગુજરાત હાઈકોર્ટ પહોંચ્યો હતો. અતુલ ચગે પોતાની સ્યુસાઈડ નોટમાં સાંસદ રાજેશ ચૂડાસમા અને તેમના પિતાનું નામ લખ્યું હતું. આ મામલે વેરાવળ પોલીસે ફરિયાદ ન નોંધી હતી. જેને લઈ ગુજરાત હાઈકોર્ટમાં ચગના પૂત્રએ કેન્ટેમ્પ્ટ ઓફ કોર્ટની અરજી કરી હતી. પરંતુ હાઈકોર્ટે આ અરજીને ફગાવી છે. હાઈકોર્ટના અધિકારી ક્ષેત્રમાં મામલો આવતો ન હોવાથી અરજીને ફગાવવામાં આવી છે તેમ જણાવવામાં આવ્યું હતું.
અતુલ ચગના પુત્રએ કરી હતી હાઈકોર્ટમાં અરજી!
થોડા મહિનાઓ પહેલા વેરાવળના જાણીતા ડોક્ટર અતુલ ચગ દ્વારા આપઘાત કરવામાં આવ્યો હતો. સૌથી ચોંકાવનારી વાત એ હતી કે અતુલ ચગે પોતાની સ્યુસાઈડ નોટમાં જૂનાગઢના સાંસદ રાજેશ ચુડાસમા અને નારાયણ ચુડાસમાનું નામ લખ્યું હતું. આ મામલે પોલીસ દ્વારા કોઈ ફરિયાદ નોંધવામાં આવી ન હતી. જેને લઈ અતુલ ચગના પુત્રએ આ મામલે હાઈકોર્ટમાં અરજી કરી હતી અને જે બાદ હાઈકોર્ટના હુકમ બાદ 66 જેટલા દિવસો બાદ પોલીસ ફરિયાદ નોંધાશે.
અનેક મહિના વીત્યા બાદ પણ પોલીસે ન નોંધી હતી ફરિયાદ!
વેરાવળના જાણીતા ડોક્ટર અતુલ ચગે થોડા સમય પહેલા આપઘાત કરી લીધો હતો. મરતા પહેલા તેમણે એક સ્યુસાઈડ નોટ પણ લખી હતી જેમાં બે લોકોના નામ લખ્યા હતા. તેમણે પોતાની સ્યુસાઈડ નોટમાં સાંસદ રાજેશ ચુડાસમા અને નારાયણ ચુડાસમાનું નામ લખ્યું હતું. આ કેસને લગભગ બે મહિનાથી વધુ સમય પસાર થયા હોવા છતાંય કોઈ કાર્યવાહી કરવામાં ન આવી હતી. પોલીસ દ્વારા કેસ દાખલ કરવામાં ન આવતા તેમના પુત્રએ હાઈકોર્ટમાં અરજી કરી હતી. હાઈકોર્ટમાં કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટની અરજીને ફગાવી દીધી છે. હાઈકોર્ટના અધિકાર ક્ષેત્રમાં આવતી ન હોવાથી અરજીને ફગાવી દેવામાં આવી છે. ત્યારે ફરિયાદી વકીલે જણાવ્યું હતું કે સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવશે.