લોકસભા ચૂંટણીનો જંગ જામ્યો છે. રાજકીય પાર્ટી દ્વારા જોરશોરથી પ્રચાર કરવામાં આવી રહ્યો છે. આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ કથિત દારૂ કૌભાંડ મામલે છેલ્લા અનેક મહિનાઓથી જેલવાસ ભોગવી રહ્યા છે.. કથિત દારૂ કૌભાંડ કેસમાં તેમની ધરપકડ ઈડી દ્વારા કરવામાં આવી હતી.. અરવિંદ કેજરીવાલે ધરપકડને કોર્ટમાં પકડારી હતી. ટ્રાયલ કોર્ટ અને દિલ્હી હાઈકોર્ટમાં અરજી કરી હતી પરંતુ ત્યાંથી રાહત ના મળતા તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન માટે અરજી કરી હતી. આ કેસની સુનાવણી થોડા દિવસોથી ચાલી રહી હતી. ત્યારે આજે સુપ્રીમ કોર્ટ દ્વારા આ મામલે ચૂકાદો સંભળાવવામાં આવ્યો છે.
ઈડીએ કરી હતી અરવિંદ કેજરીવાલની ધરપકડ
ઈડીએ પૂછપરછ માટે અનેક વખત દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને સમન્સ મોકલ્યું હતું. પરંતુ તે પૂછપરછ માટે હાજર રહ્યા ના હતા. પૂછપરછ કરવા માટે ઈડી તેમના ઘરે પહોંચી ગઈ હતી. અનેક કલાકો સુધી તેમની પૂછપરછ થઈ અને અંતે તેમની ધરપકડ કરી લેવામાં આવી... તે હાલ જેલવાસો ભોગવી રહ્યા છે. વચગાળાના જામીન માટે તેમણે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી અને સુપ્રીમ કોર્ટે તેમની અરજીનો સ્વીકાર કર્યો હતો અને આ મામલે સુનાવણી કરી હતી.
1લી જૂન સુધીના કેજરીવાલને મળ્યા વચ્ચગાળાના જામીન
સુપ્રીમ કોર્ટ દ્વારા આજે આ મામલે ચૂકાદો સંભળાવવામાં આવ્યો છે.. અરવિંદ કેજરીવાલ તેમજ આમ આદમી પાર્ટી માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. સુપ્રીમ કોર્ટે અરવિંદ કેજરીવાલને વચ્ચગાળાના જામીન આપ્યા છે.. પહેલી જૂન સુધી માટે અરવિંદ કેજરીવાલના જામીનને મંજૂર કર્યા છે.. બીજી તારીખે કેજરીવાલને આત્મસમર્પણ કરવાનું રહેશે. અનેક શરતોને આધીન તેમને આ વચ્ચગાળાના જામીન આપવામાં આવ્યા છે તેવી માહિતી સામે આવી છે..