ધારાસભ્ય પદ ઉપરથી ચિરાગ પટેલે આપ્યું રાજીનામું
એક તરફ લોકસભા ચૂંટણીને લઈ તૈયારીઓ કરવામાં આવી રહી છે તો બીજી તરફ ગુજરાતમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અને કોંગ્રેસના ધારાસભ્યો રાજીનામા આપી રહ્યા છે. પોતાના પદ પરથી તેમજ પાર્ટીને તેઓ અલવિદા કહી રહ્યા છીએ. થોડા સમય પહેલા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ભૂપત ભાયાણીએ પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દીધું છે. ગમે ત્યારે તે પણ ગંગાસ્નાન કરી શકે છે મતલબ ગમે ત્યારે તે ભાજપમાં જોડાઈ શકે છે તેવી વાતો ચાલી રહી છે. આ બધા વચ્ચે કોંગ્રેસમાં મોટું ગાબડું પડ્યું છે. ખંભાતના ધારાસભ્ય ચિરાગ પટેલે પોતાના પદમાંથી રાજીનામું આપી દીધું છે. કોંગ્રેસ
Gandhinagar | કોંગ્રેસના ધારાસભ્ય ચિરાગ પટેલે રાજીનામું આપ્યા બાદ શું કહ્યું સાંભળો#congress #gujaratcongress #gujaratvidhansabha #chiragpatel #bhupatbhayani #jamawat #jamawatupdate pic.twitter.com/AULE6tUziM
— Jamawat (@Jamawat3) December 19, 2023
રાજીનામું આપ્યા બાદ બદલાયા ચિરાગ પટેલના સૂર
Gandhinagar | કોંગ્રેસના ધારાસભ્ય ચિરાગ પટેલે રાજીનામું આપ્યા બાદ શું કહ્યું સાંભળો#congress #gujaratcongress #gujaratvidhansabha #chiragpatel #bhupatbhayani #jamawat #jamawatupdate pic.twitter.com/AULE6tUziM
— Jamawat (@Jamawat3) December 19, 2023ધારાસભ્ય પદ ઉપરથી રાજીનામું આપ્યા બાદ ચિરાગ પટેલે કોંગ્રેસ પર પ્રહાર કર્યા છે. ધારાસભ્યના રાજીનામા બાદ તેમણે કહ્યું કે ‘દેશના હિતની વાત આવે ત્યારે કોંગ્રેસ હંમેશા પાછળ રહે છે. મારા વિસ્તારના હિતની વાત આવે ત્યારે મારે આ પાર્ટીમાં વધારે રહેવું મને હિતાવહ નથી લાગ્યું. મારા અન્ય ધારાસભ્યો પણ કોંગ્રેસમાં ગૂંગણામળ અનુભવી રહ્યા છે. દિવસેને દિવસે કોંગ્રેસ પોતાની સત્તા ગુમાવી રહી છે. કોંગ્રેસની કામ કરવાની રીત બોલવાનું કાંઇ અને કરવાનું કાંઇ, આમાં વધારે સમય રહી ન શકાય. એટલે મારા વિસ્તારના લોકો માટે મેં રાજીનામું આપ્યું છે.
બે બેઠકો પર યોજાશે પેટા ચૂંટણી
થોડા સમય પહેલા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ભૂપત ભાયાણીએ ધારાસભ્ય પદ ઉપરથી રાજીનામું આપ્યું હતું. 182 બેઠકોની વિધાનસભાઓ માટે ચૂંટણી યોજાઈ હતી પરંતુ બે ધારાસભ્યોએ પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દેતા બે બેઠકો પર પેટાચૂંટણી યોજાશે.