લોકસભા બેઠકના પરિણામો આજે આવવાના હતા. ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીએ 25 બેઠકો પર જીત હાંસલ કરી છે. પરંતુ બનાસકાંઠા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરની જીત થઈ છે.. ગુજરાતમાં પાટણ અને બનાસકાંઠાની બેઠક પર રસાકસી જોવા મળી હતી. પહેલા ચંદનજી ઠાકોર આગળ હતા પરંતુ ધીરે ધીરે ભરતસિંહ ડાભી આગળ નીકળી ગયા. ગેનીબેન ઠાકોર અને રેખાબેન ચૌધરી વચ્ચે રસાકસીનો જંગ હતો. પરંતુ અંતે ગેનીબેન ઠાકોર જીતી ગયા.. એક બેઠક પર કોંગ્રેસની જીત થઈ છે.. જીત બાદ ગેનીબેન ઠાકોર ભાવુક થયા હતા.
ગેનીબેન ઠાકોરની જીત
ગુજરાતના પરિણામ પર સૌ કોઈની નજર હતી.. ગુજરાતમાં પાંચ લાખની લીડ સાથે ભાજપ જીતશે તેવો આશાવાદ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ દ્વારા રાખવામાં આવ્યો હતો. પરંતુ અનેક બેઠકો એવી હતી કે જ્યાં ઓછી લીડની જીત હાંસલ કરી. ગાંધીનગરમાં અમિત શાહ સારી લીડથી જીત્યા છે.. બનાસકાંઠામાં રેખાબેન ચૌધરી અને ગેનીબેન ઠાકોર વચ્ચે ખરાખરીનો જંગ હતો. થોડી થોડી લીડથી બંને ઉમેદવારો આગળ આવ્યા હતા. અંતે ગેનીબેન ઠાકોરની જીત થઈ છે..
આ બેઠક ખૂબ રસપ્રદ હતી કારણ કે...
મહત્વનું છે કે આ બેઠક લોકસભા ચૂંટણી વખતથી ચર્ચામાં હતી. આ બેઠક પર બંને પાર્ટીએ મહિલાઓને ટિકીટ આપી હતી.. આ બેઠક પર સૌ કોઈની નજર હતી કે કોણ આ બેઠકને જીતશે.. એવી રસાકસી હતી કે ઉમેદવારોના શ્વાસ અધ્ધર થઈ જાય તેવી. કોઈ વખત ગેનીબેન ઠાકોર આગળ નિકળતા તો કોઈ વખત રેખાબેન ચૌધરી આગળ નિકળતા.. અંતે કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરની જીત થઈ છે.. શક્તિસિંહ ગોહિલે ગેનીબેન ઠાકોરને જીતની શુભેચ્છા પાઠવી છે.