Breaking News : BJPએ રાજ્યસભાના ઉમેદવારોના નામની કરી જાહેરાત


  • Published By :
  • Published Date : 2024-02-14 16:03:49

રાજ્યસભાના ઉમેદવારોના નામની જાહેરાત ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવી છે. ભાજપે રાજ્યસભાના ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે. આ લિસ્ટમાં પાંચ ઉમેદવારોના નામ જાહેર કરાયા છે. ઓડિશાથી કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવને ટિકિટ આપવામાં આવી છે. માયા નરોલિયા અને એલ મુરુગનને એમપીમાંથી ટિકિટ આપવામાં આવી છે. મધ્યપ્રદેશમાંથી બંસીલાલ ગુર્જર અને ઉમેશ નાથ મહારાજ નામના બે અન્ય ઉમેદવારોને ટિકિટ આપવામાં આવી છે.  જે.પી.નડ્ડા, જશવંતસિંહ પરમાર, ગોવિંદ ધોળકિયા તેમજ મયંક નાયકને ગુજરાતથી રાજ્યસભાના ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે.

  

ગુજરાત રાજ્યસભા ઉમેદવારોના નામની જાહેરાત કરાઈ  

મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી અને ગઈકાલે ભાજપમાં જોડાયેલા અશોક ચવ્હાણને રાજ્યસભાના ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે.  જે.પી.નડ્ડા, જસવંતસિંહ પરમાર, ગોવિંદ ધોળકિયા તેમજ મયંક નાયકને ગુજરાતથી રાજ્યસભાના ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે. પરષોત્તમ રૂપાલા તેમજ મનસુખ માંડવિયાને રિપીટ નથી કરવામાં આવ્યા. 



નાણાંકીય વર્ષ 2025-26ની અમલવારી 1 લી એપ્રિલ થી લાગું કરાશે. આજથી દેશમાં ઘણાબધા પરિવર્તન લાગું પડશે. ઘણા નવા નિયમો અમલમાં આવશે જયારે જુના નિયમોમાં પણ ફેરફાર કરવામાં આવશે.

આવતીકાલે ડોનાલ્ડ ટ્રમ્પ વિશ્વના બધા જ દેશો પર "રેસિપ્રોકલ" એટલેકે , જેવા સાથે તેવા ટેરિફ લાગુ કરશે . જે અંતર્ગત ભારત , મેક્સિકો , યુરોપ , ચાઈના અને જાપાનમાં ફફડાટ છે. આ ફફડાટ એ હદે છે કે , આવતીકાલની ટ્રમ્પની કોઈ પણ જાહેરાતના લીધે આ દેશોના શેરબજારોમાં હલચલ આવી શકે છે. તો હવે જોઈએ ભારત આમાંથી બાકાત રહેશે કે પછી ભારત પણ ટ્રમ્પના ઝપાટે ચઢી જશે .

બનાસકાંઠાના ડીસામાં આગ લાગી અને 18 લોકો એ આગમાં મૃત્યુ પામ્યા. ગેરકાયદે ફટાકડાની ફેકટરીમાં આગ લાગી અને પ્રચંડ વિસ્ફોટ સાથે બધુ જમીનદોસ્ત થઈ ગયું.

ડોનાલ્ડ ટ્રમ્પ રશિયાની નીરસતાને લઇને ખુશ નથી તેમણે ધમકી આપી છે કે જો રશિયા યુક્રેન મુદ્દે સમાધાન કરવા તૈયાર ના થાય તો તેના ઓઇલ પર પ્રતિબંધો લગાવવામાં આવશે . જો અમેરિકા આ પ્રતિબંધો લગાવશે તો ભારત પર આફત આવી શકે છે કેમ કે ભારત ડિસકાઉન્ટ પર રશિયન ઓઇલની આયાત કરે છે. આપણે ત્યાં મોંઘવારીમાં વધારો થઇ શકે છે.