લોકસભા ચૂંટણીને લઈ ભાજપ દ્વારા ઉમેદવારોના નામની પ્રથમ યાદી જાહેર કરવામાં આવી છે. ભાજપે 195 ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે. પીએમ મોદી વારાણસીથી લડવાના છે જ્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગાંધીનગરથી લડવાના છે. નવસારીથી સી.આર.પાટીલની પસંદગી ઉમેદવાર તરીકે કરવામાં આવી છે. પોરબંદરથી મનસુખ માંડવિયાને ઉમેદવાર તરીકે ચૂંટણી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. પોરબંદર - મનસુખ માંડવિયા, જામનગર - પૂનમબેન માડમ, આણંદ - મિતેશ પટેલ, ખેડા - દેવૂસિંહ ચૌહાણ, મનસુખ વસાવા - ભરૂચ, નવસારી - સી.આર.પાટીલ, બારડોલી - પ્રભુ વસાવા ઉમેદવારી નોંધાવાના છે. વિનોદ ચાવડા - કચ્છ, બનાસકાંઠા - રેખાબેન ચૌધરી, પાટણ - ભરત ડાભી, ગાંધીનગરથી અમિત શાહ દાવેદારી નોંધાવાના છે. 15માંથી 10 બેઠકો પર ઉમેદવારોને રિપીટ કરવામાં આવ્યા છે.






