વડોદરા લોકસભા બેઠક પરથી ભાજપે સાંસદ રંજનબેન ભટ્ટને ઉમેદવાર તરીકે ઘોષિત કર્યા હતા. રંજનબેન ભટ્ટ ચૂંટણી લડશે તેવું લાગતું હતું પરંતુ રંજનબેન ભટ્ટે ચૂંટણી લડવાની અનિચ્છા દર્શાવી છે, સોશિયલ મીડિયા પર તેમણે પોસ્ટ લખી અને જણાવ્યું છે હું રંજનબેન ધનંજય ભટ્ટ મારા અંગત કારણોસર લોકસભા ચૂંટણી 2024 ની ચૂંટણી લડવાની અનિચ્છા દર્શાવુ છું.
ઉમેદવાર તરીકે નામ જાહેર થયા બાદ પરત ખેંચી રહ્યા છે ઉમેદવારી
ભારતીય જનતા પાર્ટીમાં આંતરિક વિખવાદ છેલ્લા ઘણા સમયથી જોવા મળી રહ્યો છે. અનેક વખત એવા ઉદાહરણો આપણી સામે છે જેમાં આ વાત સાચી પણ સાબિત થાય છે. લોકસભા ચૂંટણીની તૈયારીઓ કરવા માટે રાજકીય પાર્ટીઓ દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી ગઈ છે. ઉમેદવારોના નામની પણ જાહેરાત કરવામાં આવી ગઈ છે પરંતુ એક બાદ એક ઉમેદવારો ચૂંટણી લડવાની ના પાડી રહ્યા છે.
પહેલા કોંગ્રેસના ઉમેદવારે ના પાડી અને હવે ભાજપના ઉમેદવારે
થોડા સમય પહેલા કોંગ્રેસના અમદાવાદ પૂર્વના ઉમેદવાર રોહન ગુપ્તાએ ઉમેદાવારી પરત ખેંચી હતી અને તેમણે તો પક્ષમાંથી રાજીનામું પણ આપી દીધું હતું. ત્યારે હવે રંજનબેન ભટ્ટે ચૂંટણી લડવાની અનિચ્છા દર્શાવી છે.. સોશિયલ મીડિયા પર તેમણે પોસ્ટ કરતા લખ્યું કે તેઓ અંગત કારણોસર લોકસભા ચૂંટણી નથી લડવા માગતા. તેમણે ચૂંટણી લડવાની અનિચ્છા વ્યક્ત કરી છે.
સાંસદ રંજનબેન વિરૂદ્ધ લાગ્યા હતા પોસ્ટર...
મહત્વનું છે કે થોડા દિવસો પહેલા પોસ્ટર વોર શરૂ થઈ ગયો હતો વડોદરામાં. સાંસદ રંજનબેન ભટ્ટના વિરોધમાં પોસ્ટર લાગ્યા હતા અને તેમાં લખવામાં આવ્યું હતું કે મોદી તુજ સે વેર નહીં.. રંજન તેરી ખેર નહીં... આ પોસ્ટરો હટાવાઈ ગયા પોલીસે તપાસ પણ કરી કે પોસ્ટર કોણે લગાવ્યા. પોસ્ટર લગાવનાર કોંગ્રેસનો કાર્યકર નીકળ્યો. સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યા બાદ સાંસદ રંજન ભટ્ટની પ્રતિક્રિયા પણ સામે આવી છે જેમાં તે કહી રહ્યા છે તેમણે જાતે નિર્ણય કર્યો છે કે ચૂંટણી નહીં લડે....