ગુજરાત એટીએસને એક મોટી સફળતા મળી છે... ગુજરાત એટીએસ દ્વારા ચાર શંકાસ્પદ વ્યક્તિઓને પકડી પાડવામાં આવ્યા છે.. અમદાવાદ એટીએસે અમદાવાદ એરપોર્ટ પરથી મૂળ શ્રીલંકન અને આઈએસઆઈએસ સાથે જોડાયેલા આતંકીઓને ઝડપી પાડ્યા છે તેવી માહિતી સામે આવી છે.. ઝડપાયેલા આતંકવાદીઓ અંગે વધુ તપાસ શરૂ કરી દેવામાં આવી છે.. મળતી માહિતી અનુસાર સેન્ટ્રલ એજન્સી તરફથી આ અંગેની બાતમી મળી હતી જે બાદ અમદાવાદ એરપોર્ટ પર સઘન તપાસ કરવામાં આવી હતી અને ચાર લોકોને ઝડપી પાડવામાં આવ્યા છે...
ચાર શંકાસ્પદ વ્યક્તિઓને ઝડપી પાડવામાં આવ્યા
કોઈ વખત સ્કૂલોને ઉડાવી દેવાની ધમકી આપવામાં આવતી તો કોઈ વખત એરપોર્ટને ઉડાવી દેવાની ધમકી આપવામાં આવતી...ધમકી મળ્યા બાદ સઘન તપાસ કરવામાં આવી રહી છે... આ બધા વચ્ચે અમદાવાદ એટીએસને મોટી સફળતા મળી છે.. અમદાવાદ એરપોર્ટ પરથી ચાર શંકાસ્પદ વ્યક્તિઓને પકડી પાડવામાં આવ્યા છે... મૂળ શ્રીલંકન નાગરિક અને આતંકી સંગઠન આઈએસઆઈએસ સાથે સંકળાયેલા લોકોને પકડી પાડવામાં આવ્યા છે.
સઘન પૂછપરછ કરવામાં આવશે.!
ગુજરાત એટીએસને બાતમી મળી હતી અને જે અંતર્ગત સઘન તપાસ કરવામાં આવી હતી અને અમદાવાદ એરપોર્ટ પરથી ચાર લોકોને ઝડપી પાડવામાં આવ્યા છે. આ અંગેની તપાસ શરૂ કરવામાં આવી ગઈ છે ગુજરાત એટીએસ દ્વારા.. પકડાયેલા લોકોને પૂછપરછ કરવા માટે કોઈ અજાણી જગ્યા પર ખસેડવામાં આવ્યા છે.. મહત્વનું છે કે અમદાવાદમાં આઈપીએલની મેચ રમાવા જઈ રહી છે..ચેન્નઈ થઈને અમદાવાદ આવ્યા હોવાનું સામે આવ્યું છે.
#WATCH | Ahmedabad: Gujarat DGP Vikash Sahay says, "Information was received that 4 people, namely, Mohammad Nusrat, Mohammad Nufran, Mohammad Faris and Mohammad Razdin. These 4 people are Sri Lankan nationals and are active members of the banned terror outfit Islamic State. All… https://t.co/7Vb74B2Yj3 pic.twitter.com/Xm4httObhr
— ANI (@ANI) May 20, 2024