કેરળમાં મોટી દુર્ઘટના સર્જાઈ છે. કેરળના અર્નાકુલમમાં કલામસેરી સ્થિત એક કન્વેન્શન સેંટરમાં બ્લાસ્ટ થયો છે અને આ દુર્ઘટનામાં એક વ્યક્તિનું મોત થયું છે જ્યારે અનેક લોકોને ઈજા પહોંચી છે. મળતી માહિતી અનુસાર આ દુર્ઘટના ત્યારે સર્જાઈ છે જ્યારે કન્વેંશન સેન્ટરમાં પ્રાાર્થના ચાલી રહી હતી. મળતી માહિતી અનુસાર ખ્રિસ્તી સમુદાયના લોકો સવારે 9.30 વાગ્યાની આસપાસ કલામાસેરી ખાતે કન્વેન્શન સેન્ટરમાં પ્રાર્થના કરી રહ્યા હતા, ત્યારે 5 મિનિટની અંદર સતત ત્રણ ધડાકા થયા હતા. ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ ઘટનાને પગલે કેન્દ્રીય ગૃહમંત્રાલય દ્વારા ત્વરીત કાર્યવાહી કરવામાં આવી છે. મળતી માહિતી અનુસાર અમિત શાહે કેરળના મુખ્યમંત્રી સાથે ફોન પર વાત કરી હતી.
મુખ્યમંત્રીએ આ દુર્ઘટના અંગે દુખ વ્યક્ત કર્યું
કેરળમાં આવેલા કોચ્ચિના કલામસ્સેરી વિસ્તારમાં રવિવાર સવારે મોટી દુર્ઘટના સર્જાઈ છે. મળતી માહિતી અનુસાર કન્વેન્શન સેન્ટરમાં ત્રણ જોરદાર વિસ્ફોટ થયા છે. આ દુર્ઘટનામાં એક વ્યક્તિનું મોત થયું હોય તેવી માહિતી સામે આવી છે જ્યારે અનેક લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. ત્રણ ધમાકા થયાં છે જેમાં એક વ્યક્તિનું મોત થયું છે જ્યારે અનેક લોકો અંદાજીત 20 જેટલા લોકો ઘાયલ થયા છે. તમામ લોકોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ દુર્ઘટના બાદ કેરળના મુખ્યમંત્રીનું નિવેદન પણ સામે આવ્યું છે. આ ઘટનાને પગલે તમામ હોસ્પિટલોને એલર્ટ કરી દેવામાં આવી છે. પોલીસ ઘટના સ્થળે હાજર છે. NIA પણ પહોંચી ગઈ છે. બ્લાસ્ટનું કારણ બહાર આવ્યું નથી.
અમિત શાહે આ ઘટના અંગે જાણકારી મેળવી
મુખ્યમંત્રી પિનારાઈ વિજયને કહ્યું કે આ ઘટના અત્યંત દુર્ભાગ્ય પૂર્ણ ઘટના છે. આ ઘટના કેવી રીતે સર્જાઈ તે અંગે અમે તપાસ કરી રહ્યા છીએ. ડીજીપી ઘટનાસ્થળ પર પહોંચી ગયા છે. આ ઘટનાને અમે ગંભીરતાથી લઈ રહ્યા છીએ. તે ઉપરાંત આ ઘટનાને લઈ કેન્દ્રીય ગૃહમંત્રાલય પણ એક્ટિવ મોડમાં દેખાઈ રહ્યું છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કેરળના મુખ્યમંત્રી સાથે ફોન પર વાત કરી હતી. ત્યાંની પરિસ્થિતિ જાણવાની કોશિશ કરી હતી.
એનઆઈએની ટીમ કરશે આ ઘટનાની તપાસ
જે જગ્યા પર બ્લાસ્ટ થયો છે તે જગ્યા પર ત્રિ-દિવસીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને એ આયોજનનો આજે અંતિમ દિવસ હતો. છેલ્લા દિવસે આ બ્લાસ્ટ થયો છે. આ ઘટના અંગે પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું કે એક નહીં પરંતુ ત્રણ બ્લાસ્ટ થયા હતા. મળતી માહિતી અનુસાર આ ઘટનાની તપાસ એનઆઈએ દ્વારા કરવામાં આવશે. એનઆઈએની ફોરન્સીક ટીમ ઘટનાસ્થળ પર પહોંચી છે.