ડમી કાંડ મામલે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. હવે આ એન્ગલમાં તોડકાંડનો મામલો પણ સામે આવ્યો છે. ત્યારે ગઈકાલે યુવરાજસિંહ પોતાનું સ્ટેટમેન્ટ આપવા ભાવનગર એસઓજી સમક્ષ હાજર થયા હતા. અનેક કલાકો સુધી યુવરાજસિંહની પૂછપરછ કરવામાં આવી હતી. જે બાદ યુવરાજસિંહ વિરૂદ્ધ ખંડણીનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો. યુવરાજસિંહ ઉપરાંત તોડકાંડમાં યુવરાજસિંહના સાળાની સંડોવણી અંગેની માહિતી પોલીસ દ્વારા આપવામાં આવી હતી. યુવરાજસિંહના સાળા વિરૂદ્ધ પણ કેસ દાખલ કરવામાં આવ્યો હતો અને આજે કાર્યવાહી કરવામાં આવી છે. મળતી માહિતી અનુસાર યુવરાજસિંહના સાળાની પોલીસે સુરતથી ધરપકડ કરી લીધી છે. રિમાન્ડ માટે કોર્ટ સમક્ષ યુવરાજસિંહને હાજર કરવામાં આવશે.
ભાવનગર એસઓજી સમક્ષ હાજર રહ્યા હતા યુવરાજસિંહ
ડમી કાંડ મામલે દિવસેને દિવસે નવા નવા ખુલાસાઓ થઈ રહ્યા છે. ગઈકાલે ભાવનગર એસઓજી સમક્ષ યુવરાજસિંહ હાજર રહ્યા હતા. લાંબા સમય સુધી યુવરાજસિંહની પૂછપરછ કરવામાં આવી હતી જે બાદ યુવરાજસિંહ પૈસા લેવાના આરોપોને લઈ તેમના વિરૂદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. તોડકાંડ મામલે પોલીસે યુવરાજસિંહ સહિત 6 લોકો વિરૂદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો હતો.
યુવરાજસિંહના સાળાની થઈ ધરપકડ!
આ મામલે યુવરાજ સિંહ, અનિરૂધ્ધ સિંહ જાડેજા, શિવુભા,કાનભા, ઘનશ્યામ મહાશંકર ભાઈ લાધવા જોષી, બીપીન પોપટભાઈ ત્રિવેદી રમણા, રાજુભાઈ (જેનું પુરૂ નામ સરનામુ જાણવા મળી નથી) વિરૂદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. ત્યારે મોડી રાત્રે યુવરાજસિંહની ધરપકડ કરી લેવામાં આવી હતી અને મળતી માહિતી અનુસાર યુવરાજસિંહના સાળા કાનભા વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. સુરતથી તેમની ધરપકડ કરવામાં આવી છે તેવી માહિતી પ્રાપ્ત થઈ રહી છે.