ભાવનગર અને જામનગર મહાનગર પાલિકાના મેયર તેમજ ડેપ્યુટી મેયરની જાહેરાત કરી દેવામાં આવી છે. ભાવનગરના નવા મેયર તરીકે ભરત બારડની નિયુક્તિ કરવામાં આવી છે જ્યારે જામનગરના મેયર તરીકે વિનોદ ખીમસુરીયાની વરણી કરવામાં આવી છે. ભાવનગરના ડેપ્યુટી મેયર તરીકે મોના પારેખની નિયુક્તિ કરવામાં આવી છે જ્યારે જામનગરના ડેપ્યુટી મેયર તરીકે ક્રિષ્નાબેન સોઢાના નામની જાહેરાત કરવામાં આવી છે. ભાવનગર સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે રાજુ રાબડીયાના નામની જાહેરાત કરવામાં આવી છે. જ્યારે જામનગર સ્ટેડિંગ કમિટીના ચેરમેન તરીકે આશિષ જોશીના નામની વરણી કરવામાં આવી છે.
(ફોટો - જામનગરના મેયર ભરત બારડ)
6 મહાનગરોને મળ્યા છે નવા મેયર
મહત્વનું છે કે 6 મહાનગર પાલિકાઓમાં મેયરની વરણી કરવામાં આવવાની હતી. ગઈકાલે અમદાવાદ તેમજ વડોદરાના મેયરની વરણી કરવામાં આવી હતી. અમદાવાદની સુકાન પ્રતિભા જૈનને જ્યારે વડોદરાની સુકાન પિન્કી સોનીને સોંપવામાં આવી હતી. તે ઉપરાંત આજે સુરતના મેયરની વરણી પણ કરવામાં આવી. દક્ષેશ માવાણીને સુરતના મેયર તરીકે નિયુક્તિ કરવામાં આવી છે. જ્યારે નરેશ પાટીલની પસંદગી ડેપ્યુટી મેયર તરીકે કરવામાં આવી છે. તે ઉપરાંત રાજકોટના મેયર તરીકે નયના પઢેડિયાની વરણી કરવામાં આવી છે. જ્યારે નરેન્દ્રસિંહ જાડેજાની વરણી રાજકોટના ડેપ્યુટી મેયર તરીકે કરવામાં આવી છે.