Breaking News : ED સમક્ષ પૂછપરછ માટે હાજર નહીં થાય Arvind Kejriwal, EDએ પાઠવેલી નોટિસ વિશે કહી આ વાત


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-11-02 13:35:34

કથિત દારૂ કૌભાંડ મામલે પૂછપરછ માટે ઈડીએ દિલ્હીના મુખ્યમંત્રીને પૂછપરછ માટેનું સમન્સ પાઠવ્યું હતું. આજે તેઓ પૂછપરછ માટે હાજર રહેવાના હતા. આમ આદમી પાર્ટીને ડર લાગતો હતો કે અરવિંદ કેજરીવાલની ધરપકડ થઈ શકે છે. આ બધા વચ્ચે સમાચાર સામે આવી રહ્યા છે કે ઈડી સમક્ષ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ હાજર નથી થવાના. એવી પણ માહિતી સામે આવી છે કે તે ચૂંટણી પ્રચાર માટે મધ્યપ્રદેશ જઈ શકે છે. 

સમન્સને લઈ કેજરીવાલે કહી આ વાત 

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આજે 11 વાગ્યે ઈડી સમક્ષ પૂછપરછ માટે હાજર થવાના હતા. પરંતુ હવે એવી માહિતી સામે આવી છે કે તે પૂછપરછ માટે હાજર નહીં થાય પરંતુ મધ્યપ્રદેશમાં ચૂંટણી પ્રચાર કરશે. આની પહેલા અરવિંદ કેજરીવાલે ભાજપ પર આરોપ લગાવ્યો કે બીજેપીના કહેવાથી તેમને ઈડીએ પૂછપરછ માટે બોલાવ્યા છે. ચાર રાજ્યોમાં ચૂંટણી પ્રચાર માટે તે ન જઈ શકે તે માટે તેમને નોટિસ પાઠવવામાં આવી છે. 



બીજેપીના ઈશારે નોટિસ મોકલવામાં આવી છે - કેજરીવાલ 

ઈડીના સમન્સ વિશે વાત કરતા તેમણે જણાવ્યું કે સમન્સ ગેરકાયદેસર છે અને રાજનીતિથી પ્રેરિત છે.નોટિસ બીજેપીના ઈશારા પર મોકલવામાં આવી છે. નોટિસ એ માટે મોકલવામાં આવી છે કે ચાર રાજ્યોમાં ચૂંટણી પ્રચાર માટે ન જઈ શકું. ઈડીએ આ નોટિસ તરત પાછી લઈ લેવી જોઈએ. મહત્વનું છે કે આમ આદમી પાર્ટીના નેતાને આશંકા હતી કે અરવિંદ કેજરીવાલની ધરપકડ થઈ શકે છે. ઉલ્લેખનિય છે કે આની પહેલા પણ અરવિંદ કેજરીવાલની પૂછપરછ કરવામાં આવી હતી. તે ઈડી દ્વારા નહીં પરંતુ સીબીઆઈ દ્વારા કરવામાં આવી હતી.   



વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...