ભારતીય સેનાનું હેલિકોપ્ટર જમ્મુ-કાશ્મીરના કિશ્તવારમાં ક્રેશ થયું છે. આ હેલિકોપ્ટરમાં કમાન્ડિંગ ઓફિસર સહિત ત્રણ ઓફિસર તેમજ પાયલોટ સવાર હતા. આ દુર્ઘટના કેવી રીતે સર્જાઈ તે અંગે તપાસ કરવામાં આવી છે. પ્રાથમિક માહિતી મુજબ સેનાનું ALH ધ્રુવ હેલિકોપ્ટર કિશ્તવાડ જિલ્લામાં ક્રેશ થતા નદીમાં પડ્યું હતું.
ખરાબ વાતાવરણને કારણે સર્જાઈ દુર્ઘટના!
અનેક વખત ભારતીય સેનાના હેલિકોપ્ટર ક્રેશ થવાના સમાચાર સામે આવતા રહે છે. ત્યારે ગુરૂવારે સેનાનું ALH ધ્રુવ હેલિકોપ્ટર જમ્મુ કાશ્મીરના કિશ્તવાડમાં ક્રેશ થયું છે. હેલિકોપ્ટર કેવી રીતે ક્રેશ થયું તે અંગેની માહિતી સામે આવી નથી. આ મામલે તપાસ કરવામાં આવી રહી છે. એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે ખરાબ હવામાનને કારણે આ દુર્ઘટના સર્જાઈ હોઈ શકે છે. પરંતુ સત્તાવાર રીતે આ મામલે કોઈ નિવેદન આપવામાં આવ્યું નથી.
ઘટના અંગે કરવામાં આવી રહી છે તપાસ!
ક્રેશ થયા બાદ હેલિકોપ્ટર ચેનાબ નદીમાં પડ્યું હતું. આ હેલિકોપ્ટરમાં બે પાયલોટ તેમજ એક કમાન્ડિંગ ઓફિસર સવાર હતા. મળતી માહિતી અનુસાર આ દુર્ઘટનામાં કમાન્ડિંગ ઓફિસર સુરક્ષિત છે જ્યારે બંને પાયલોટને સામાન્ય ઈજા પહોંચી છે અને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. ત્યારે હેલિકોપ્ટર કેવી રીતે ક્રેશ થયું અને હેલિકોપ્ટરમાં સવાર ઓફિસરોના નામને લઈ તપાસ કરવામાં આવી રહી છે.